પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નદીઓને જોડવાના સંબંધિત જળ સંસાધન મંત્રાલયની સ્થિતિ તેમજ પ્રગતિ રીપોર્ટને પોતાની મંજૂરી આપી દીધી છે. રિટ પિટીશન (સિવિલ) – 512 વર્ષ 2002- રિટ પિટીશન – 668 વર્ષ 2002ની સાથે નદીઓની નેટવર્કિંગ, બાબતમાં ઉચ્ચત્તમ ન્યાયાલયની તારીખ 27 ફેબ્રુઆરી, 2012ના નિર્ણયના અનુપાલનમાં આવું કરવામાં આવ્યું છે.
આનાથી રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજનાના આધીન ચાલનારી નદીઓને જોડનારી પરિયોજનાઓની દેખરેખ કરવામાં મદદ મળશે. નદીઓને જોડવા માટે બનેલી વિશેષ સમિતિની સ્થિતિ તેમજ પ્રગતિ રીપોર્ટને મંત્રીમંડળની જાણકારી માટે દ્વિ-વાર્ષિક રૂપમાં પ્રસ્તુત કરવામાં આવશે. આ દ્વિ-વાર્ષિક રિપોર્ટ દેશહિતમાં યથાસંભવ જેમ બને તેમ ઝડપથી આખરી તેમજ યોગ્ય નિર્ણય લેવાના કાર્યમાં સુનિશ્ચિત કરાશે.
UM/J.Khunt/GP