Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉત્તરાખંડના કાશીપુર જિલ્લા સ્થિત હેમપુરમાં નેપા લિમિટેડની 803 એકર જમીન ઉત્તરાખંડ સરકારને પરત કરવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં ઉત્તરાખંડના કાશીપુરા જિલ્લા સ્થિત હેમપુરના નેપાનગરની 803 એકર જમીન ઉત્તરાખંડ સરકારને પરત આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ જમીન નેપા લિમિટેડ પાસે હતી. નેપાનગર ભારત સરકાર હસ્તકનું સાર્વજનિક ક્ષેત્રનું ઉપક્રમ છે.

પૂર્વભૂમિકા

આ જમીન તત્કાલિન ઉત્તરપ્રદેશ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમે ફેબ્રુઆરી 1987માં નેપા લિમિટેડને 90 વર્ષની લીઝ પર આપવામાં આવી હતી. એ સમયના સર્કલ રેટના હિસાબથી આ જમીન નેપા લિમિટેડને 149.23 લાખ રૂપિયામાં આપવામાં આવી હતી. આ જમીન નેપા લિમિટેડને બગાસથી ન્યૂઝપ્રિન્ટના ઉત્પાદન માટે આપવામાં આવી હતી. જોકે પર્યાવરણના આધારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી નહીં મળી શકવાને કારણે લીઝ ડીડ લાગૂ થઇ શકી નહોતી. એટલા માટે ન્યૂઝપ્રિન્ટ કારખાનું બની શક્યું નહીં. ઉત્તરાખંડ સરકારે વર્તમાન સર્કલ રેટ પર આ જમીન પાછી માગી હતી જેથી તેનો કોઇ અન્ય ઉપયોગ કરી શકાય.

J.Khunt/GP