Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એક્સિમ બેંકના નિકાસ વિકાસ ફંડ દ્વારા ભારતથી ઈરાન માટે જનારી નિકાસો માટે નાણા ભંડોળ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં ભારતની એક્સિમ બેંક અને સેન્ટ્રલ બેંક ઑફ ઈરાનના નેતૃત્વમાં ઈરાની બેંકોના સમૂહની વચ્ચે સમજૂતીના ક્ષેત્રને વધારવા માટે મંજૂરી અપાઈ છે. આના અંતર્ગત ભારતથી ઈરાનને સામાન અને સેવાઓના નિકાસને 900 કરોડ રૂપિયાથી વધારીને 3000 કરોડ કરવા માટે નાણા ભંડોળ ફાળવાશે. આ પ્રક્રિયા નિકાસ વિકાસ ફંડ (ઈડીએફ)ના ઉપયોગથી પૂરી કરાશે. પ્રસ્તાવમાં બે કોન્ટ્રાક્ટની વ્યવસ્થા કરાઈ છે, જેમાં એસટીસી દ્વારા સ્ટીલ પાટાઓના નિકાસ અને ઈડીએફ અંતર્ગત પૂર્વમાં મંત્રિમંડળ દ્વારા સ્વીકૃત ચાબહાર ગોદી વિકાસ પરિયોજનાનો સમાવેશ છે.

આ પ્રસ્તાવથી ભારત દ્વારા ઈરાન માટે કરાનારી નિકાસને પ્રોત્સાહન મળશે. આ પગલાથી રણનીતિક ભાગીદારી અંતર્ગત ઈરાનની સાથે ભારતના સંબંધો પ્રગાઢ થશે.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2014માં ભારતીય એક્સિમ બેંક અને સેન્ટ્રલ બેંક ઑફ ઈરાનના નેતૃત્વમાં 07 ઈરાની બેંકો વચ્ચે સમજૂતી થઈ હતી, જેના અંતર્ગત ઈડીએફ હેઠળ 900 કરોડ રૂપિયાના સંબંધમાં ઈરાન દ્વારા ભારતથી સામાન અને સેવાઓ ખરીદવા માટે નાણા ભંડોળની વ્યવસ્થા કરાઈ હતી. 3000 કરોડ રૂપિયાની વૃદ્ધિથી એક્સિમ બેંક ઈરાન તરફથી સાર્વભૌમિક ગેરંટી પ્રાપ્ત કરીને સામાન અને સેવાઓના નિકાસના સંબંધમાં ઈરાનને ખરીદદાર ક્રેડીટ સુવિધા પ્રદાન કરવામાં સક્ષમ થઈ જશે. આનાથી ભારતીય કંપનીઓને ઈરાનમાં પોતાની ગતિવિધિઓ ચલાવવાનો અવસર મળશે અને ઈરાનની સાથે રોકાણ તથા વ્યાપારમાં વૃદ્ધિ થશે. આ પગલાથી ભારતમાં સહયોગી ઔદ્યોગિક ગતિવિધિઓનો વિકાસ તથા રોજગાર સર્જનમાં પણ ઘણી સહાયતા થશે.

AP/J.Khunt/GP