Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એનસીસી રેલીના અવસર પર પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ

એનસીસી રેલીના અવસર પર પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટોને પોતાનું જીવન રાષ્ટ્ર તથા તેના લોકોના કલ્યાણ માટે સમર્પિત કરવાનું આહવાન કર્યું છે. એનસીસી રેલીના પ્રસંગ પર સમગ્ર દેશમાંથી આવેલા કેડેટોને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ એનસીસી કેડેટોને અનુરોધ કર્યો હતો કે તે ગણતંત્ર દિવસ સમારંભના પ્રસંગ પર દિલ્હીમાં છેલ્લા એક મહિનાના પોતાના પ્રવાસ દરમિયાન તેમણે જે સારા અનુભવો મેળવ્યા, તેમને આત્મસાત કરે અને જ્યારે તે પોતાના ગામ કે શહેરોમાં પરત ફરે, તો સ્વચ્છતા અને દેશભક્તિ જેવા મૂલ્યોનો પણ પ્રચાર કરે. તેમણે જણાવ્યું હતું કે એનસીસી એક એવી સંસ્થા છે, જે સમગ્ર દેશના યુવાનોને પરસ્પર જોડે છે, એટલા માટે જ આ દેશમાં એકતાની ભાવનાને મજબૂત કરવામાં યોગદાન આપે છે.

પ્રધાનમંત્રીએ એ ઉલ્લેખ કર્યો હતો કે આ વખતનો ગણતંત્ર દિવસ ભારતના સંવિધાનના વાસ્તુકાર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિને સમર્પિત છે. તેમણે જણાવ્યું હતું કે પોતાના સમગ્ર જીવન દરમિયાન બાબા સાહેબ આંબેડકરે અનેક વિપરીત પરિસ્થિતિઓ અને પરેશાનીઓનો સામનો કર્યો હતો, જેના કારણે જ તે આટલા સક્ષમ બન્યા કે સંવિધાનરૂપી અમૃતનું ઉત્પાદન કરવામાં સફળ રહ્યા, જે એટલા દશકા બાદ પણ આપણને ખભાથી ખભો મેળવીને સાથે ચાલવામાં મદદ કરી રહ્યું છે.

AP/J.Khunt