Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એપ્રોપ્રિએશન એક્ટસ (નિરસન) ખરડો, 2015માં સુધારા અને નાબુદીકરણ તથા સુધારણા (તૃતિય) ખરડો, 2015 રાજ્યસભામાં વિચારણા હેઠળ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળા કેન્દ્રીય મંત્રીમંડળે આજે એપ્રોપ્રિએશન (એક્ટસ) નિરસન ખરડો, 2015 અને નાબુદીકરણ અને સુધારણા (તૃતિય) ખરડો,2015 આ બન્નેમાં સત્તાવાર સુધારાઓ કરવાની તથા રાજ્યસભામાં સ્થગિત થયેલા આ ખરડાઓને મંજુર કરવા માટેના પ્રયાસો હાથ ધરવાની પરવાનગી આપી દીધી છે.

નાબુદ કરવામાં આવેલા કાયદાઓ વાસ્તવમાં પોતાનો અર્થ ગુમાવી ચુક્યા છે અને આમ છતાં હજુ પણ કાયદાના પુસ્તકમાં સમાવિષ્ટ છે. એવા કાયદાઓ જેમની સમયાવધિ પૂર્ણ થઇ ચુકી છે તેમનું નાબુદીકરણ આ કાયદાઓ હેઠળ યોગ્ય રીતે લેવામાં આવેલ પગલાઓ પર કોઈ પણ રીતની નકારાત્મક અસર નહિ કરે અને તેઓ બિનઉપયોગી તથા બિનકાર્યક્ષમ બની ચુક્યા હોવાના કારણે તેમનું નાબુદીકરણ કાયદાકીય પુસ્તકમાં સફાઈ કરવાના હેતુને પાર પાડશે અને આ પુસ્તકમાં રહેલ વધારાના બોજને હળવો કરશે.

J.Khunt