Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એમઇડીઇએફ (ફ્રાંસ)ના પ્રમુખ પ્રધાનમંત્રીને મળ્યા


ફ્રાંસના એમઇડીઇએફ (મૂવમેન્ટ દા એન્ટરપ્રાઇઝીસ દા ફ્રાંસ)ના પ્રમુખ શ્રી પિઅર ગેટ્ટઝ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ એપ્રિલ, 2015માં ફ્રાંસની તેમની મુલાકાતને ખુશી સાથે યાદ કરી હતી, જે દરમિયાન તેમણે ફ્રાંસનાં અનેક બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરી હતી અને ભારત અને ફાંસ વચ્ચે વર્ષોથી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં બંને દેશોના બિઝનેસ લીડર્સના અમૂલ્ય પ્રદાનની પ્રશંસા કરી હતી.

શ્રી ગેટ્ટઝે પ્રધાનમંત્રીને ભારત અને ફ્રાંસ વચ્ચે વેપાર અને રોકાણ સાથે સંબંધિત સંબંધોમાં વૃદ્ધિ વિશે જાણ કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતના પ્રત્યક્ષ વિદેશી રોકાણના ટોચના 10 સ્ત્રોતોમાંથી એક ફ્રાંસ છે તથા ફ્રાંસની કંપનીઓને ભારતમાં સુધરેલા વ્યાવસાયિક વાતાવરણનો લાભ લેવા અને રોકાણની તકો ઝડપવા આમંત્રણ આપ્યું હતું.

TR