Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની 10.25 એકર જમીન, તેટલા જ પ્રમાણમાં આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા ઓફર કરવામાં આવેલ જમીનને બદલે રાજા મુંદ્રી એરપોર્ટની આસપાસમાં માર્ગ બાંધકામ દ્વારા કનેક્ટિવિટી પૂરી પાડીને એરપોર્ટની આસપાસમાં આવેલા ગામો સાથે જોડવા માટે તબદીલ કરવાના નિર્ણયને કેબિનેટની બહાલી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની માલિકીની રાજા મૂર્તિ એરપોર્ટ ખાતે આવેલી 10.25 એકર જમીન આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા એટલા જ જથ્થામાં ઓફર કરાયેલી જમીન સામે તબદીલ (swapping) કરવા માટે મંજૂરી આપી છે. આ દરખાસ્તનો ઉદ્દેશ રાજા મૂર્તિ એરપોર્ટની આસપાસનાં ગામોને રોડ દ્વારા કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે, કે જેથી સામાન્ય જનતાના આ વિસ્તાર સાથેના સંપર્કમાં આસાની ઉભી થઈ શકે.

આ દરખાસ્તથી માર્ગ કનેક્ટિવિટી મળશે અને એ રીતે સામાન્ય જનતાને આ વિસ્તાર સાથે સંપર્કમાં સુગમતા થશે અને ખાસ કરીને ખેડૂતોની ખેતીની જમીનને આ સુવિધાથી સંપર્ક પ્રાપ્ત થશે.

NP/J.Khunt