Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ચૌધરી ચરણ સિંઘ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લખનૌ ખાતેથી 1899 ચો.મી.નું માપ ધરાવતી જમીન લખનૌ મેટ્રો રેલ કોર્પોરેશન (LMRC) ને કાયમી ધોરણે તબદીલ કરવા માટે કેબિનેટની બહાલી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ચૌધરી ચરણ સિંઘ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લખનૌ ખાતેથી 1899 ચો.મી.નું માપ ધરાવતી જમીન લખનૌ મેટ્રો રેલ કોર્પોરેશન (LMRC) ને કાયમી ધોરણે તબદીલ કરવા માટે મંજૂરી આપી છે.

LMRC ને આ જમીનની ટ્રાન્સપોર્ટ નગર મેટ્રો સ્ટેશન ખાતે આવવા/ જવાની વ્યવસ્થા ઉભી કરવા માટે જરૂરિયાત હતી. LMRC ની આ વ્યવસ્થાલક્ષી જરૂરિયાત છે. જાહેર જનતાના વપરાશ માટે પબ્લિક યુટિલિટી પ્રોજેક્ટ તરીકે તેનો વપરાશ થવાનો છે અને તેના દ્વારા બહેતર કનેક્ટિવિટી પ્રાપ્ત થશે અને સામાન્ય જનતાને સુગમતા હાંસલ થશે.

NP/J.Khunt