Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન ગેમ્સમાં પુરુષોની સિંગલ્સ સ્ક્વોશમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ અભય સિંહને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં પુરુષોની સિંગલ્સ સ્ક્વોશમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભય સિંહને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમના કૌશલ્ય અને દ્રઢ નિશ્ચયે ભારતને ગૌરવ અપાવ્યું છે, અને નોંધ્યું હતું કે આ સિદ્ધિ તેમણે વર્ષોથી કરેલી સખત મહેનતને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ આગળની સફર માટે તેમને સુભેચ્છાઓ પણ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન ગેમ્સમાં પુરુષોની સિંગલ્સ સ્ક્વોશમાં સિલ્વર મેડલ જીતવા બદલ @abhaysinghk98 ને અભિનંદન! તેમના કૌશલ્ય અને દ્રઢ નિશ્ચયે ભારતને ગૌરવ અપાવ્યું છે. આ સિદ્ધિ તેમણે વર્ષોથી કરેલી સખત મહેનતને પ્રતિબિંબિત કરે છે. આગળની સફર માટે તેમને શુભેચ્છાઓ: PM @narendramodi”

SM/NP/JD