Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લતા દીદીને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લતા દીદીએ પોતાની દિવ્ય ગાયકી પ્રતિભા દ્વારા વિશ્વભરમાં દેશનું ગૌરવ વધાર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે માત્ર પોતાના મધુર અવાજથી ભારતને સમૃદ્ધ જ નથી બનાવ્યું, પરંતુ દેશની સમૃદ્ધિ સાથે જોડાયેલી દરેક પહેલને સતત પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતીય સંગીત જગતમાં તેમનું અજોડ યોગદાન આવનારી પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે.

‘X’ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું:

“આદરણીય લતા દીદીને તેમની જન્મજયંતી પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ; તેમણે પોતાની દિવ્ય ગાયકી પ્રતિભા દ્વારા વિશ્વભરમાં દેશનું ગૌરવ વધાર્યું હતું. તેમણે માત્ર પોતાના મધુર અવાજથી ભારતને સમૃદ્ધ જ નથી બનાવ્યું, પરંતુ દેશની સમૃદ્ધિ સાથે જોડાયેલી દરેક પહેલને સતત પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું. ભારતીય સંગીત જગતમાં તેમનું અજોડ યોગદાન યુગો સુધી યાદ રાખવામાં આવશે.”

 

SM/NP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]