પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં પુરુષોની હાઈ જમ્પમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા બદલ સર્વેશ કુશારેને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક ઉત્કૃષ્ટ પ્રયાસ સાથે, તેમણે આ સ્પર્ધામાં મેડલ માટે ભારતની પાંચ દાયકાની રાહનો અંત આણ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે આ ખરેખર અવિરત પરિશ્રમ અને દ્રઢ નિશ્ચય દ્વારા પ્રાપ્ત થયેલી એક યાદગાર સિદ્ધિ છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન ગેમ્સમાં પુરુષોની હાઈ જમ્પમાં સર્વેશ કુશારે માટે એક ઐતિહાસિક સિલ્વર! એક ઉત્કૃષ્ટ પ્રયાસ સાથે, તેમણે આ સ્પર્ધામાં મેડલ માટે ભારતની પાંચ દાયકાની રાહનો અંત આણ્યો છે. આ ખરેખર અવિરત પરિશ્રમ અને દ્રઢ નિશ્ચય દ્વારા પ્રાપ્ત થયેલી એક યાદગાર સિદ્ધિ છે: PM @narendramodi”
A historic Silver for Sarvesh Kushare in the Men’s High Jump at the Asian Games! With a superb effort, he has ended India’s five-decade wait for a medal in this event. It is truly a memorable achievement powered by perseverance and determination: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 27, 2026
SM/IJ/JD