પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની 57 કિગ્રા ફ્રીસ્ટાઈલ કુસ્તી સ્પર્ધામાં ભારતનો સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અમન શેહરાવતને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે છેલ્લી એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીતવાથી લઈને આ વખતે પોડિયમ પર ટોચ પર પહોંચવા સુધી, અમન શેહરાવતે ભારે દ્રઢતા દર્શાવી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“અમન શેહરાવત માટે કેવો ભવ્ય વિજય! તેમણે એશિયન ગેમ્સમાં પુરુષોની 57 કિગ્રા ફ્રીસ્ટાઈલ કુસ્તી સ્પર્ધામાં ભારતનો સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. છેલ્લી એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રકથી લઈને આ વખતે પોડિયમ પર અગ્રસ્થાને પહોંચવા સુધી, અમન ભારે દ્રઢતા દર્શાવી છે. તેમને અભિનંદન અને શુભકામનાઓ: PM @narendramodi”
What a phenomenal triumph for Aman Sehrawat!
He has scripted history by winning India’s first-ever Asian Games Gold in the Men’s 57kg Freestyle Wrestling event. From Bronze at the last Asian Games to standing atop the podium this time, Aman has displayed great tenacity.…
— PMO India (@PMOIndia) October 3, 2026
SM/JD