Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન ગેમ્સમાં પુરુષોની 65 કિગ્રા ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં ગોલ્ડ જીતવા બદલ પ્રધાનમંત્રીએ સુજીતને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફાઇનલમાં રોમાંચક જીત બાદ એશિયન ગેમ્સમાં પુરુષોની 65 કિગ્રા ફ્રીસ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સુજીતને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પોતાના એશિયન ગેમ્સ ડેબ્યૂમાં જ, સુજીતે આ સંસ્કરણનો ભારતનો રેસલિંગનો પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે. તેમણે તેને એક યાદગાર વિજય ગણાવ્યો હતો.

શ્રી મોદીએ આગામી સમય માટે સુજીતને તેમની શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પોસ્ટમાં કહ્યું;

“ફાઇનલમાં રોમાંચક જીત બાદ એશિયન ગેમ્સમાં પુરુષોની 65 કિગ્રા ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં ગોલ્ડ જીતવા બદલ સુજીતને અભિનંદન. પોતાના એશિયન ગેમ્સ ડેબ્યૂમાં જ, તેમણે આ સંસ્કરણનો ભારતનો રેસલિંગનો પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે. આ ખરેખર એક યાદગાર વિજય છે! આગામી સમય માટે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ: PM @narendramodi”

SM/DK/JD