પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધર્મવીર ચૌધરી, મનુ ટીએસ, જય કુમાર અને વિશાલ ટીકેને એશિયન ગેમ્સમાં પુરુષોની 4×400m રિલેમાં શાનદાર ટાઇમિંગ સાથે બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ એક ઉત્સાહપૂર્ણ ટીમ પ્રયાસ અને પોડિયમ પર એક યોગ્ય સ્થાન હતું. તેમણે એથ્લેટ્સને તેમની આગામી યોજનાઓ માટે શુભકામનાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ ભારતનું ગૌરવ વધારવાનું ચાલુ રાખશે.
શ્રી મોદીએ કહ્યું કે આ સફળતા અન્ય એથ્લેટ્સને પ્રેરણા આપશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પોસ્ટમાં જણાવ્યું હતું;
“શાનદાર ટાઇમિંગ સાથે પુરુષોની 4×400m રિલેમાં બ્રોન્ઝ જીતવા બદલ ધર્મવીર ચૌધરી, મનુ ટીએસ, જય કુમાર અને વિશાલ ટીકેને અભિનંદન. આ એક ઉત્સાહપૂર્ણ ટીમ પ્રયાસ અને પોડિયમ પર એક યોગ્ય સ્થાન હતું. તેમની આગામી યોજનાઓ માટે મારી શુભકામનાઓ. તેઓ ભારતનું ગૌરવ વધારતા રહે. આ સફળતા અન્ય એથ્લેટ્સને પ્રેરણા આપશે: PM @narendramodi”
Congratulations to Dharmveer Chaudhary, Manu TS, Jay Kumar and Vishal TK on winning Bronze in the Men’s 4×400m Relay with a superb timing. It was a spirited team effort and a fitting podium place. My best wishes for their upcoming endeavours. May they keep making India proud.…
— PMO India (@PMOIndia) October 1, 2026
SM/NP/JD