Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ અજય કુમારને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 400 મીટર T64 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અજય કુમારને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે ટ્રેક પર તેમના પ્રદર્શને ભારત માટે ગૌરવની વધુ એક ક્ષણ આણી છે, અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ સીમાઓ ઓળંગીને વધુ મોટી સફળતાઓ પ્રાપ્ત કરતા રહે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 400 મીટર T64 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અજય કુમારને અભિનંદન! ટ્રેક પર તેમના પ્રદર્શને ભારત માટે ગૌરવની વધુ એક ક્ષણ આણી છે. તેઓ સીમાઓ ઓળંગીને વધુ મોટી સફળતા પ્રાપ્ત કરતા રહે: PM @narendramodi”

SM/JY/JD