પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં પ્રભાવશાળી સમય સાથે વિશિષ્ટ ઓળખ બનાવીને સિલ્વર મેડલ મેળવવા બદલ મોહમ્મદ બાબાસિલ એમ.ને અભિનંદન પાઠવ્યા છે.
હીટ્સમાં ગેમ્સ રેકોર્ડ તોડવો અને ફાઇનલમાં પોતાના જ રેકોર્ડમાં સુધારો કરવો એ પ્રતિભા અને દ્રઢ સંકલ્પનું અદ્ભુત પ્રદર્શન છે તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું, અને આ યાદગાર પ્રદર્શન બદલ બાબાસિલની સરાહના કરી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“મોહમ્મદ બાબાસિલ એમ.ને એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં પ્રભાવશાળી સમય સાથે સિલ્વર મેડલ મેળવીને પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. હીટ્સમાં જ ગેમ્સ રેકોર્ડ તોડ્યા પછી, તેમણે ફાઇનલમાં પોતાના રેકોર્ડમાં વધુ સુધારો કર્યો. આ પ્રતિભા અને દ્રઢ સંકલ્પનું એક અદ્ભુત પ્રદર્શન રહ્યું છે. આ યાદગાર પ્રદર્શન બદલ બાબાસિલને મારા અભિનંદન: PM @narendramodi”
Mohammad Basil M has distinguished himself at the Asian Para Games 2026, securing Silver in the Men’s 100m T47 event with an impressive timing. Having already broken the Games Record in the heats, he went on to improve his own mark in the final. This has been a wonderful demonstration of talent and determination. My compliments to Basil for this memorable performance: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026
SM/BS/JD