Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની 100 મીટર T35 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા છે.

તેમણે બે દોડ અને બે સિલ્વર મેડલ સાથે એક યાદગાર અભિયાન પૂર્ણ કર્યું છે તેમ નોંધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે 100 મીટર અને 200 મીટર બંનેમાં તેમની સફળતા તેમની જબરદસ્ત પ્રગતિ, અસાધારણ ઝડપ અને અવિચલ દ્રઢ સંકલ્પને દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત તેમની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે ત્યારે તેમણે દર્શાવ્યું છે કે સતત પ્રયત્ન અને આત્મવિશ્વાસ દ્વારા શું હાંસલ કરી શકાય છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“બે દોડ, બે સિલ્વર મેડલ!

પ્રીતિ પાલે વધુ એક શાનદાર પ્રદર્શન સાથે યાદગાર એશિયન પેરા ગેમ્સ 2026 અભિયાનનું સમાપન કર્યું છે, આ વખતે મહિલાઓની 100 મીટર T35 સ્પર્ધામાં સિલ્વર મેડલ સાથે. 100 મીટર અને 200 મીટર બંનેમાં તેમની સફળતા તેમની જબરદસ્ત પ્રગતિ, અસાધારણ ઝડપ અને અવિચલ દ્રઢ સંકલ્પને દર્શાવે છે. પ્રીતિએ દર્શાવ્યું છે કે સતત પ્રયત્ન અને આત્મવિશ્વાસ દ્વારા શું હાંસલ કરી શકાય છે. ભારત તેમની સિદ્ધિઓની ઉજવણી કરે છે: PM @narendramodi”

SM/JD