પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની –67 કિગ્રા સ્પર્ધામાં પ્રભાવશાળી લિફ્ટ સાથે સિલ્વર મેડલ જીતવા અને આ શ્રેણીમાં ભારતનો સૌથી પહેલો મેડલ સુનિશ્ચિત કરવા બદલ કસ્તુરી રાજામણિને અભિનંદન પાઠવ્યા છે.
ભારતીય પેરા પાવરલિફ્ટિંગ માટે આ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે અને તેમની નિષ્ઠા તથા ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આ સિદ્ધિને ખરેખર ખાસ બનાવી છે તેમ નોંધતા, શ્રી મોદીએ કસ્તુરીને અભિનંદન પાઠવ્યા હતા.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“ભારતીય પેરા પાવરલિફ્ટિંગ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન!
કસ્તુરી રાજામણિએ એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની –67 કિગ્રા સ્પર્ધામાં પ્રભાવશાળી લિફ્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો છે અને આ શ્રેણીમાં ભારતનો સૌથી પહેલો મેડલ સુનિશ્ચિત કર્યો છે! તેમની નિષ્ઠા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આ સિદ્ધિને ખરેખર ખાસ બનાવી છે. કસ્તુરીને ખૂબ ખૂબ અભિનંદન: PM @narendramodi”
A historic milestone for Indian Para Powerlifting! Kasthuri Rajamani has won Silver in the Women’s -67kg event at the Asian Para Games 2026 with an impressive lift, securing India’s first-ever medal in this category! Her perseverance and commitment to excellence have made this achievement truly special. Congratulations to Kasthuri: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026
SM/JD