Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભાગ્યશ્રી જાધવને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં ઉત્કૃષ્ટ થ્રો અને નવા વ્યક્તિગત શ્રેષ્ઠ સમય/પ્રદર્શન (પર્સનલ બેસ્ટ) સાથે મહિલાઓની શૉટ પુટ F34 સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવીને ભારતને ફરી એકવાર ગૌરવન્વિત કરવા બદલ ભાગ્યશ્રી જાધવને અભિનંદન પાઠવ્યા છે.

ગત સંસ્કરણથી પોતાના પ્રદર્શનમાં સુધારો કરીને, તેમણે અદ્ભુત સાતત્યતા અને સતત વધુ શ્રેષ્ઠ બનવાનો દ્રઢ સંકલ્પ દર્શાવ્યો છે તેમ નોંધતા, શ્રી મોદીએ આ સુવર્કાય સફળતા બદલ ભાગ્યશ્રીને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની નિષ્ઠા ખરેખર પ્રેરણાદાયી છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“વધુ એક એશિયન પેરા ગેમ્સ સિલ્વર અને નવું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન!

ભાગ્યશ્રી જાધવે ઉત્કૃષ્ટ થ્રો સાથે મહિલાઓની શૉટ પુટ F34 સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવીને ફરી એકવાર ભારતને ગૌરવન્વિત કર્યું છે. ગત સંસ્કરણથી પોતાના પ્રદર્શનમાં સુધારો કરીને, તેમણે અદ્ભુત સાતત્યતા અને સતત વધુ શ્રેષ્ઠ બનવાનો દ્રઢ સંકલ્પ દર્શાવ્યો છે. ભાગ્યશ્રીને આ સુવર્કાય સફળતા બદલ અભિનંદન. તેમની નિષ્ઠા ખરેખર પ્રેરણાદાયી છે: PM @narendramodi”

SM/JD