પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની શૉટ પુટ F46 સ્પર્ધામાં સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ મેળવવા બદલ મોહમ્મદ યાસીરને અભિનંદન પાઠવ્યા છે.
ગત સંસ્કરણથી લઈને અત્યાર સુધીની તેમની આ સફર વર્ષોની નિષ્ઠા, સખત પરિશ્રમ અને સતત સુધારો કરવાના દ્રઢ સંકલ્પને દર્શાવે છે તેમ નોંધતા, શ્રી મોદીએ આ પ્રશંસનીય પ્રદર્શન બદલ મોહમ્મદ યાસીરની સરાહના કરી હતી અને આગામી પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“મોહમ્મદ યાસીરે એશિયન પેરા ગેમ્સમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, તેમણે પુરુષોની શૉટ પુટ F46 સ્પર્ધામાં સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. ગત સંસ્કરણથી લઈને અત્યાર સુધીની તેમની આ સફર વર્ષોની નિષ્ઠા, સખત પરિશ્રમ અને સતત સુધારો કરવાના દ્રઢ સંકલ્પને દર્શાવે છે. આ પ્રશંસનીય પ્રદર્શન બદલ મોહમ્મદ યાસીરને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી પ્રયાસો માટે શુભકામનાઓ: PM @narendramodi”
Mohd Yasser has made remarkable progress at the Asian Para Games, securing Silver in the Men’s Shot Put F46 event with a season-best throw. His journey from the previous edition reflects years of perseverance, hard work and the determination to keep improving. Compliments to Mohd Yasser for this commendable performance and best wishes for the endeavours ahead: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026
SM/JD