પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી ભારત સરકારની કેબિનેટે ભારત અને બેલારુસ વચ્ચે ઓઈલ અને ગેસ ક્ષેત્રે થયેલા સમજૂતિ કરારને પાછલી અસરથી અમલમાં આવે તે રીતે મંજૂરી આપી દીધી છે. આ સમજૂતિ કરાર પર બેલારૂસના પ્રેસીડેન્ટની ભારત મુલાકાત વખતે તા.12 સપ્ટેમ્બર, 2017ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમજૂતિના કરારથી ભારત અને બેલારૂસ વચ્ચે દ્વિપક્ષી સંબંધોને પ્રોત્સાહન મળશે, કારણ કે આ કરારમાં બંને પક્ષો વચ્ચે ઓઈલ અને ગેસ સેકટરમાં આર્થિક અને વાણિજ્યિક સહયોગની જોગવાઈ કરવામાં આવી છે. સમજૂતિના કરાર હેઠળ બંને પક્ષો અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ પ્રવૃત્તિઓ, ક્ષમતા નિર્માણ, ઓઈલ રિકવરી અને ભારતમાં પુખ્ત ક્ષેત્રોનો વિકાસ હાથ ધરવા માટે એક બીજા સાથે મળીને સહયોગ કરશે.
સમજૂતિના આ કરાર તેના પર હસ્તાક્ષર થયાની તારીખથી 3 વર્ષ માટે અમલમાં રહેશે.
NP/J.Khunt