Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓએનજીસી તથા ઓઆઈએલની સીમાંત તેલ ક્ષેત્ર નીતિ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે 2 સપ્ટેમ્બર, 2015ના રોજ રાષ્ટ્રીય તેલ કંપનીઓ, તેલ તથા પ્રાકૃતિક ગેસ નિગમ લિમિટેડ (ઓએનજીસી) તથા ઓઈલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા તૈયાર હાઈડ્રોકાર્બન શોધોના વિકાસ હેતુ સીમાંત ક્ષેત્ર નીતિ (એમએફપી) માટે સ્વીકૃતિ આપી છે. કેટલાક વર્ષો માટે છૂટા છવાયા સ્થાનો, ભંડારોના નાના કદ, વિકાસ માટે થતો વધારે ખર્ચ, તકનીકી અવરોધ તથા રાજકોષીય વ્યવસ્થા વગેરે વિભિન્ન કારણોના લીધે આ શોધોને મુદ્રીકૃત કરી શકાઈ નહોતી.

નવી નીતિ અંતર્ગત ઓએનજીસી તથા ઓઆઈએલ હેઠળ 69 તેલ ક્ષેત્ર આવે છે, પરંતુ ક્યારેય તેનો ઉપયોગ કરાયો નથી. તેને હવે પ્રતિસ્પર્ધાત્મક બોલી માટે ખુલ્લા મુકાશે. આ નીતિ અંતર્ગત ખાણ કંપનીઓ આ તેલ ક્ષેત્રના ઉપયોગ માટે બોલી લગાવી શકશે. આ તેલ ક્ષેત્રોનો પહેલા વિકાસ કરાયો નહોતો કેમ કે, તેમને સિમાંત ક્ષેત્રા રૂપમાં જોવાતા હતા. જેથી તેમને ઓછી પ્રાથમિકતા અપાતી હતી. નીતિમાં ઉચિત પરિવર્તનો સાથે એ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ ક્ષેત્રોને ઉત્પાદન અંતર્ગત લાવી શકાય છે. ‘લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન’ના સિદ્ધાંત અનુરૂપ પ્રસ્તાવિત અનુબંધોની સંરચનામાં મહત્વપૂર્ણ પરિવર્તન કરાયા છે. પહેલાના અનુબંધ લાભ ભાગીદારીના સિદ્ધાંત પર આધારીત હતા. આ કાર્યપ્રણાલિ અંતર્ગત સરકારે ખાનગી ભાગીદારોના ખર્ચ વિવરણોને જોવું આવશ્યક થઈ ગયું હતું. જેના કારણે ખૂબ વિલંબ તથા વિવાદ ઉભા થયા હતા. નવી વ્યવસ્થા અંતર્ગત સરકારનો ખર્ચ સાથે સંબંધ નહીં રહે અને તેને તેલ, ગેસ વગેરેના વેચાણથી કુલ રાજસ્વનો એક હિસ્સો પ્રાપ્ત થશે. બીજા પરિવર્તનમાં સફળ બોલી લગાવનારાઓને આપેલા લાયસન્સ અંતર્ગત ક્ષેત્રમાં પ્રાપ્ત થનારા બધા હાઈડ્રોકાર્બન સામેલ હશે. આ પહેલા લાયસન્સ માત્ર એક વસ્તુ (જેમ કે તેલ) સુધી સિમિત હતા તથા કોઈ અન્ય હાઈડ્રોકાર્બન ઉદાહરણ તરીકે, ગેસની શોધ તથા તેના વપરાશની અવસ્થામાં અલગ લાયસન્સની જરૂરીયાત પડતી હતી. આ સિમાંત ક્ષેત્રોની નવી નીતિ અંતર્ગત સફળ બોલી લગાવનારને પ્રશાસિત કિંમતની અપેક્ષા ગેસના પ્રવર્તમાન બજાર મૂલ્ય પર વેચવાની અનૂમતિ પણ છે.

આ નિર્ણયથી રોકાણની સાથો સાથ ઉચ્ચ ઘરેલુ તેલ તથા ગેસ ઉત્પાદનને પણ પ્રોત્સાહિત કરાશે તેવી આશા છે.

UM/AP/J.Khunt/GP