પીએમઇન્ડિયા
ઓક્ટોબર 2015થી માર્ચ 2016 દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગરીબી રેખાથી નીચે અને ઉપર રહેનારા પરિવારો માટે અનાજની વધારાની વહેંચણી
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો (એનએફએસએ) 5.7.2013થી લાગૂ પડ્યો છે. તેના હેઠળ દેશની બે તૃતિયાંશ વસતીને ઉચ્ચ સબસિડીયુક્ત ભાવે અનાજ પૂરું પાડવામાં આવશે. તે હેઠળ બે રૂપિયા પ્રતિ કિલોનાં ભાવથી ઘઉં અને ત્રણ રૂપિયા પ્રતિ કિલોની ઉચ્ચ સબસિડીવાળા ચોખા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 2011ની જનગણનાને આધાર બનાવીને આ કાયદાને આવરી લેવામાં નક્કી કરવામાં આવ્યું છે. એ આશા રાખવામાં આવી રહી છે કે આ કાયદો દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15 સપ્ટેમ્બર 2015થી લાગુ થઇ જશે અને લાભાર્થીઓને સાર્વજનિક વિતરણ પ્રણાલીની વ્યવસ્થા હેઠળ સબસિડીવાળા દરે ચોખા અને ઘઉં મળતાં થઇ જશે.
એટલા માટે જ બિન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાવાળા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગરીબી રેખાથી નીચે અને ઉપર રહેનારા પરિવારો માટે વર્તમાન નાણાકીય વર્ષનું વધારાનું અનાજ વહેંચણી કરવામાં આવ્યું છે. 20 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાનો અમલ કરાવવાનો શરૂ કરી દીધું છે જ્યારે બાકી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ આવનારા કેટલાક મહિનામાં તેને લાગૂ કરવા માટે સક્રિય તૈયારીમાં લાગી ગયા છે. આ હજુ પણ લક્ષિત સાર્વજનિક વિતરણ પ્રણાલી (ડીપીડીએસ) હેઠળ આવે છે. એટલા માટે જ સરકારે ઓક્ટોબર 2015થી માર્ચ 2016 સુધી માટે બિન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાવાળા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે ગરીબી રેખાથી નીચે અને ઉપર રહેનારા પરિવારો માટે વહેંચાવનારા વધારાના અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વહેંચણી આ અવધિ સુધી અથવા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાના લાગૂ થવા સુધી અથવા બેમાંથી જે પણ તારીખ પહેલા આવશે ત્યાં સુધી અમલમાં રહેશે. આશા છે કે વધારેમાં વધારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જૂનું ડીપીડીએસ છોડીને વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાને લાગૂ કરી દેશે.
J.Khunt/GP