Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓડિશાના બહેરામપુરમાં નવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચની સ્થાપના અને કામગીરીની શરૂઆત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નીચેની બાબતોની મંજૂરી આપવામાં આવી છે:

i. સોસાયટી રજિસ્ટ્રેશન કાયદા, 1860 હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઇઆઇએસઇઆર), બહેરામપુર સોસાયટીની રચના માટે પૂર્વમંજૂરી;

ii. આઇઆઇએસઇઆર, બહેરામપુરની સ્થાપના અને કામગીરી શૈક્ષણિક વર્ષ 2016-17 માટે કામચલાઉ કેમ્પસમાં કરવી, જેમાં રૂ. 152.79 કરોડનો ખર્ચ થશે. અહીં શરૂઆતના ત્રણ વર્ષ (2016-19) માટે કેમ્પસ કાર્યરત રહેશે અને 2016-17ના શૈક્ષણિક સત્ર 1 ઓગસ્ટ, 2016થી શરૂ કરવા પૂર્વમંજૂરી મળી છે;

iii. ઓડિશાની રાજ્ય સરકાર પાસેથી નિઃશુલ્ક જમીનનો સ્વીકાર;

iv. ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરનું પદ રચવું, જેનો પે સ્કેલ રૂ. 80,000 (સ્થિર); અને

v. નેશનલ ઇન્સ્ટિટયૂટ્સ ઓફ ટેકનોલોજી, સાયન્સ એજ્યુકેશન અને રિસર્ચ (એનઆઇટીએસઇઆર) કાયદો, 2007 (2007નો 29)ની બીજી અનુસૂચિમાં આઇઆઇએસઇઆર, તિરુપતિ અને આઇઆઇએસઇઆર, બહેરામપુરને સામેલ કરવા સંસદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (બીજો સુધારો) બિલ, 2016 (પરિશિષ્ટ-3) નામનું બિલ રજૂ કરવું, જેમાં મુસદ્દામાં આ પ્રકારના સુધારાવધારા/ફેરફારો અને પરિણામી પ્રકૃતિ, જેના પર કાયદા વિભાગ વિચાર કરી શકે છે.

પૃષ્ઠભૂમિ:

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઇઆઇએસઇઆર)ને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સાયન્સ એજ્યુકેશન અને રિસર્ચ (એનઆઇટીએસઇઆર) કાયદા, 2012 હેઠળ રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થા જાહેર કરવામાં આવી છે. આ સંસ્થાઓની રચનાનો ઉદ્દેશ વિજ્ઞાનના મુખ્ય ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરવાનો તથા અંડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ સ્તરે વિજ્ઞાનના ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે. અગાઉ કોલકાતા, પૂણે, મુંબઈ, ભોપાલ અને થિરુવનંતપુરમમાં પાંચ આઇઆઇએસઇઆરમાં હતી. આ સરકાર સત્તામાં આવ્યા પછી 2015માં તિરપુતિમાં આઇઆઇએસઇઆર શરૂ થઈ છે.

વિવિધ રાજ્યો/ભૌગોલિક વિસ્તારોમાં વિજ્ઞાન અને સંશોધનમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની જરૂરિયાત પૂર્ણ કરવા આઇઆઇએસઇઆરની હાજરી વધારવા કેન્દ્રીય નાણાંપ્રધાને તેમના બજેટ ભાષણ (2015)માં ઓડિશામાં આઇઆઇએસઇઆર સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી

તે મુજબ આજે મંત્રીમંડળે સરકારી આઇટીઆઇ બહેરામપુરના એકેડેમિક-કમ-વર્કશોપ બિલ્ડિંગમાં કામચલાઉ કેમ્પસમાં આઇઆઇએસઇઆર, બહેરામપુર સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. આ વર્ષ માટે બીએસ-એમએસ કોર્સમાં 60 વિદ્યાર્થીઓ છે, જેમાં ક્રમિક વધારો થશે અને ત્રીજા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા 665 કરવામાં આવશે, જેમાં એમએસ ડિગ્રી, એમએસ-પીએચ.ડી, પીએચ.ડી અને પોસ્ટ-ડોક્ટરલ ફેલોશિપ્સ સામેલ છે. કામચલાઉ કેમ્પસ માટે પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ રૂ. 152.79 કરોડ છે. ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના સરકારી સાહસ એજ્યુસીઆઇએલને કાયમી કેમ્પસ માટે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની દરખાસ્ત રજૂ કરવા જણાવ્યું છે. પછી કેમ્પસ સ્થાપિત કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

TR