પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “આર્થિક બાબતો અંગેના કેન્દ્રીય મંત્રીમંડળ (સીસીઈએ) દ્વારા ઓડિશા અને પંજાબમાં રસ્તાઓના પ્રોજેક્ટોને મંજૂરી અપાઈ હોવાથી આ રાજ્યોમાં માળખાકીય સવલતો અને કનેક્ટિવિટી સુધારવામાં મદદ મળશે. શ્રેણીબદ્ધ ટ્વિટ દ્વારા તેમણે જણાવ્યું હતું કે,
“સીસીઈએએ પંજાબમાં એનએચ – 344એના ફગવાડા-રુપનગર સેક્શનને વિકસાવીને ચાર લેન કરવા માટે મંજૂરી આપી છે.
અંદાજિત ખર્ચ રૂ. 1444.42 કરોડ થશે અને વિકસાવવામાં આવી રહેલા રસ્તાની કુલ લંબાઈ આશરે 80.820 કિલોમીટર થશે.
આ પ્રોજેક્ટને પગલે પંજાબમાં માળખાકીય સવલતો સુધરશે અને રાજ્યમાં આ ક્ષેત્રની સામાજિક – આર્થિક સ્થિતિ સુધારવામાં મદદગાર બનશે.
સીસીઈએએ ઓડિશામાં એનએચ – 42 (નવો એનએચ-55)ના અંગુલ-સંબલપુર સેક્શનને વિકસાવીને ચાર લેન ધરાવતો કરવા માટે પણ મંજૂરી આપી છે.
અંદાજિત ખર્ચ રૂ. 2491.53 કરોડ થશે અને વિકસાવવામાં આવી રહેલા રસ્તાની કુલ લંબાઈ આશરે 151 કિલોમીટર હશે.
આ પ્રોજેક્ટને કારણે ઓડિશામાં માળખાકીય સવલતો ઝડપભેર સુધારવામાં સહાય મળશે અને અંગુલ અને સંબલપુર સેક્શન વચ્ચેના ટ્રાફિક, ખાસ કરીને ભારે ટ્રાફિક માટેના સમય અને ખર્ચ ઘટાડી શકાશે.
સીસીપીએએ મહારાષ્ટ્રમાં એનએચ-211નું ઔરંગાબાદ-તેલવાડી સેક્શન વિકસાવીને ચાર લેનનું કરવા માટે પણ મંજૂરી આપી છે. અંદાજિત ખર્ચ રૂ. 2028.91 કરોડ થશે અને રસ્તાની કુલ લંબાઈ આશરે 87 કિલોમીટર હશે.
આ પટ્ટાના વિકાસને કારણે સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળશે અને લોકો માટે રોજગારની શક્યતાઓ પણ વધશે.”
AP/J.Khunt/GP
CCEA, chaired by PM approved the development of four laning of Phagwara-Rupnagar Section of NH-344A in Punjab. #TransformingIndia
— PMO India (@PMOIndia) June 29, 2016
The cost is estimated to be Rs.1444.42 crore & total length of the road to be developed is approximately 80.820 kms. #TransformingIndia
— PMO India (@PMOIndia) June 29, 2016
Project will improve infrastructure in Punjab & will also help in uplifting the socio-economic condition of this region in the State.
— PMO India (@PMOIndia) June 29, 2016
CCEA approved the development of four laning of Angul-Sambalpur Section of NH-42 (New NH-55) in Odisha. #TransformingIndia
— PMO India (@PMOIndia) June 29, 2016
The cost is estimated to be Rs.2491.53 crore & total length of the road to be developed is approximately 151 kms. #TransformingIndia
— PMO India (@PMOIndia) June 29, 2016
The project will help in expediting the improvement of infrastructure in Odisha and in reducing the time & cost of travel for traffic (1/2)
— PMO India (@PMOIndia) June 29, 2016
...particularly heavy traffic, plying between Angul and Sambalpur section. (2/2) #TransformingIndia
— PMO India (@PMOIndia) June 29, 2016