પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી ફેબ્રુઆરી, 2016ના રોજ ઓન્ટારિયોનાં પ્રધાનમંત્રી સુશ્રી કેથલીન વાઇનના નેતૃત્વ હેઠળ આવેલા પ્રતિનિધિમંડળ અને કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડના પ્રધાનમંત્રી શ્રી એચ. વેડ મેકલોક્લાનનું સ્વાગત કર્યું હતું.
ઓન્ટારિયો અને પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડના પ્રધાનમંત્રીઓએ ભારત સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ, કૌશલ્ય, માળખાકીય વિકાસ, નવિનીકરણીય ઉર્જા, શહેર નવિનીકરણ, કચરાના વ્યવસ્થાપન, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે લેવામાં આવેલાં પગલાંની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં કેનેડાના વિવિધ પેન્શન ફંડો સહિત કેનેડાના વ્યાપારીઓ અને રોકાણકારોમાં ભારત પ્રત્યે રસ અને વિશ્વાસ વધ્યા છે. નવી દિલ્હીમાં ચોથી અને પાંચમી ફેબ્રુઆરી, 2016ના રોજ યોજાઈ રહેલા ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં કેનેડાની મજબૂત ભાગીદારી દ્વારા આ બાબત સ્પષ્ટ થઈ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત કેનેડા સાથે પોતાના સંબંધોને અગ્રીમ પ્રાથમિકતા આપે છે. એપ્રિલ, 2015માં આશરે 42 વર્ષો બાદ ભારતના પ્રધાનમંત્રીના પ્રથમ દ્વિપક્ષીય કેનેડા પ્રવાસ પછી બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોમાં તાલમેળ અને સમાનતાઓ વધ્યા છે. પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડુને પણ શુભેચ્છાઓ પાઠવી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વર્ષમાં યોજાનારા તેમના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ ઘનિષ્ઠ બનશે.
AP/J.Khunt
Ms. Kathleen Wynne, Premier of Ontario met PM @narendramodi. pic.twitter.com/gFQi7ATlPc
— PMO India (@PMOIndia) February 3, 2016