Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓરેકલની ગ્લોબલ સીઈઓ સુશ્રી સાફ્રા કાર્ટજની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

ઓરેકલની ગ્લોબલ સીઈઓ સુશ્રી સાફ્રા કાર્ટજની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત


ઓરેકલની ગ્લોબલ સીઈઓ સુશ્રી સાફ્રા કાર્ટજ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મુલાકાત દરમિયાન સુશ્રી સાફ્રા કાર્ટજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને બેંગલુરુમાં અતિઆધુનિક કેમ્પસ બનાવવા અને ઓરેકલ એકેડેમી દ્વારા ભારતમાં પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિજ્ઞાનમાં કૌશલ્ય વધારવા સંદર્ભે યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. ઓરેકલનું માનવું છે કે આ યોજનાઓથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મેઈક ઈન ઈન્ડિયા કાર્યક્રમને શક્તિ મળશે અને તેનાથી ભારત વિશ્વસ્તરની ડિઝાઈન અને નિર્માણનાં કાર્યોનું કેન્દ્ર બની શકશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન ઓરેકલના કાર્યક્રમોની પ્રશંસા કરી હતી.

AP/J.Khunt