પીએમઇન્ડિયા
હું મારા સંબોધનની શરૂઆત અહીં જે ભૂમિ પર આપણે એકત્રિત થયા છીએ તેના પરંપરાગત સંરક્ષકોને નમન કરીને કરું છું અને તેમના ભૂતપૂર્વ, વર્તમાન તેમજ ભાવિ વડીલો પ્રત્યે મારો આદર વ્યક્ત કરું છું.
વણક્કમ મેલબોર્ન
નમસ્કાર મિત્રો !
કેમ છો તમે?
કેમ છો?
આ શો હાઉસફુલ છે, બ્લોક-બસ્ટર છે.
હું મારું સંબોધન શરૂ કરું તે પહેલાં, વિક્ટોરિયાના પ્રીમિયર અને મારા મિત્ર પ્રધાનમંત્રીજીના સન્માનમાં આપ સૌ તમારા મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ પ્રગટાવી તેમને સન્માન અર્પણ કરો.
સાથીઓ,
આ પહેલાં હું બે વાર સિડનીમાં તમને મળ્યો હતો, મેલબોર્નના લોકોને મળવાની મને પણ આતુરતા હતી, તેથી વિચાર્યું કે આ વખતે મેલબોર્નના લોકો સાથે ફ્લેટ વ્હાઇટ કોફી પીઉં.
સાથીઓ,
જે ઊર્જાથી આપ સૌએ અને આપણા ઓસ્ટ્રેલિયન મિત્રોએ આપણને સૌને આવકાર્યા છે તે વધુ અદ્ભુત છે. મેલબોર્ને એક પ્રકારે મેદાન મારી લીધું છે.
સાથીઓ,
હું, મારા મિત્ર, ભારતના મિત્ર, પ્રાઇમ મિનિસ્ટર એન્થની અલ્બેનીઝનો પણ આભારી છું. આપ સિડનીમાં પણ સાથે હતા, અને આજે અહીં મેલબોર્નમાં પણ, ભારતીય સમુદાયની વચ્ચે આવ્યા છો. અને આ એક પ્રકારે પૂર્ણ ચક્ર થઈ ગયું છે.
અમદાવાદ જ્યાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, અને મેલબોર્ન, જ્યાં પ્રતિષ્ઠિત સ્ટેડિયમ છે આપણે બંને સાથે રહ્યા છીએ. અને સાથીઓ આપણે પ્રાઇમ મિનિસ્ટર અલ્બેનીઝ જ્યારે બોલે છે ત્યારે ભારતીયોના દિલ અને મગજ પર છવાઈ જાય છે તે આપણ સૌએ જોયું છે. સિડનીમાં પણ તમે ધૂમ મચાવી હતી અને અહીં પણ તમે છવાઈ ગયા.
હું વિક્ટોરિયાના પ્રીમિયરનો પણ તેમના ઊર્જાસભર શબ્દો માટે, ભારત પ્રત્યે આટલા સ્નેહથી તેમણે જે કહ્યું તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું.
સાથીઓ,
હું જ્યારે વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયા આવ્યો હતો ત્યારે 28 વર્ષ પછી, ભારતનો કોઈ પ્રધાનમંત્રી અહીં પહોંચ્યો હતો. અને આપ યાદ કરો ત્યારે મેં કહ્યું હતું કે હવે તમારે 28 વર્ષ રાહ જોવી નહીં પડે.
છેલ્લા 12 વર્ષોમાં હું ત્રીજી વાર અહીં આવ્યો છું એટલે કે આ વખતે હેટ્રિક થઈ છે. આ દર્શાવે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો કેટલી ઊંચાઈ પર છે. અને જાણો છો આમાં સૌથી મોટી ભૂમિકા કોની છે? મોદીની નહીં, આમાં આપ સૌ સાથીઓની ભૂમિકા છે, ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા છે.
સાથીઓ,
કહેવાય છે કે મેલબોર્ન શહેર એક જ દિવસમાં ચાર ઋતુઓના દર્શન કરાવી દે છે. પરંતુ ભારતીય સમુદાયે પોતાના સાંસ્કૃતિક રંગોથી આને વધુ જીવંત બનાવી દીધું છે.
અહીં મેલબોર્નમાં અને આસપાસ ઘણા એવા સ્થળો છે, એવા બજારો છે, જે ભારતીયતાના રંગોથી ભરેલા છે. કોઈ તેને લિટલ ઈન્ડિયા કહે છે, કોઈ મિની ઈન્ડિયા કહે છે, નામ જે પણ હોય, પરંતુ રંગ ભારતીયતાથી ભરેલા છે.
આવા જ એક બજારનો વીડિયો કોઈકે મને બતાવ્યો. વીડિયોમાં કહી રહ્યા હતા, કે ત્યાં ખૂબ સેલ ચાલતો રહે છે. આ સેલની ચક્કરમાં, લોકો મૂંઝવણમાં મૂકાઈ જાય છે. ખરીદીનો મૂડ ન હોય તો પણ ખરીદી કરવી જ પડે છે. હું સાચું કહી રહ્યો છું?
સાથીઓ,
આપણામાંથી ઘણા સાથીઓ, પહેલીવાર ઓસ્ટ્રેલિયા આવ્યા, અને ઘણાનો જન્મ પણ અહીં જ થયો, પેઢીઓ બદલાઈ ગઈ, પરંતુ અંદરની ભારતીયતા હંમેશા જીવતી રહે છે. અહીં ઘણા બધા સાથીઓ એવા હશે જેમના ઘરમાં ઓછામાં ઓછા બે સમય ક્ષેત્ર ચાલતા હશે? અહીં બાળકો શાળાએથી ઘર, ઓસ્ટ્રેલિયન સમય પ્રમાણે આવે છે, પરંતુ ભારતમાં દાદા-દાદી, નાના-નાની, વીડિયો કોલ પર રાહ જોઈ રહ્યા હોય છે. અહીં વીકએન્ડ હોય છે, તો ભારતમાં કોઈ લગ્નનું લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું હોય છે. એટલે કે, અંતર હજારો કિલોમીટરનું છે, પરંતુ દૈનિક દિનચર્યા, આજે પણ ભારત સાથે જોડાયેલી છે. અને આ દિનચર્યાની સાથે આપ સૌ ઓસ્ટ્રેલિયાના વિકાસમાં પૂરી શક્તિથી જોડાયેલા છો. મને આપ સૌ પર ગર્વ છે.
સાથીઓ,
આપણે ભારતીયો એવા જ છીએ, જેમ દૂધમાં ખાંડ ભળી જાય છે, તેને વધુ મીઠી કરી દે છે, તેમ જ આપણે ભારતીયો દુનિયામાં પોતાના પ્રેમનો રંગ ઓગાળતા રહીએ છીએ.
ઘરમાં દૂધ, ઓસ્ટ્રેલિયાવાળું આવે છે, પરંતુ ચા ભારતવાળી બને છે. દાળ-શાકભાજી ઓસ્ટ્રેલિયાના છે પરંતુ તેમાં વઘાર દેશી મસાલાનો લાગે છે.
સાથીઓ,
તમે સાંભળ્યું હશે ભારતમાં આજકાલ ભજન ક્લબિંગનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આને આપણી નવી પેઢી ચલાવી રહી છે. અને અહીં ઓસ્ટ્રેલિયામાં પણ મેં સાંભળ્યું છે કે તમારું વીકએન્ડ આસ્થા, અને આધ્યાત્મિકતાથી ભરેલું રહે છે.
ક્યાંક કોઈના ઘરે ભગવાન સત્યનારાયણની કથા, ક્યાંક ગુરુદ્વારામાં પ્રાર્થના, ક્યાંક બાળકો દ્વારા ભાંગડા કે ભરતનાટ્યમની પ્રસ્તુતિ, ક્યાંક કોઈ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી હોય છે.
અને હવે તો, ભારતીય ફિલ્મ મહોત્સવ પણ અહીં આવી ગયો છે. થોડા દિવસ પછી જ મેલબોર્નમાં ભારતીય ફિલ્મ મહોત્સવ શરૂ થવાનો છે. હું આના સફળ આયોજન માટે તમને અત્યારથી જ શુભકામનાઓ આપું છું.
સાથીઓ,
આપ સૌ, ઓસ્ટ્રેલિયાના વિકાસને પોતાના પરિશ્રમથી સીંચી રહ્યા છો. પરંતુ હું જાણું છું કે આપની એક નજર ભારત પર સતત રહે છે. ભારત શું કરી રહ્યું છે, ભારતની પ્રગતિ, ભારતની ગતિ, આના સમાચાર આપ લેતા રહો છો.
સાથીઓ,
21મી સદીનું ભારત આજે વિકસિત થવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. એક સપનું પૂરું થાય છે, તો નવું સપનું જન્મ લઈ લે છે.
પહેલાં કહેતા હતા, એક દીપથી જલે બીજો, બળતા દીપ હજાર. આજે હું કહું છું, એક સપનાથી જન્મે બીજું, સપના જન્મે હજાર. એક લક્ષ્ય પૂરું થાય છે તો તેનાથી પણ મોટો સંકલ્પ સામે આવે છે.
આ એ ભારત છે, જે કહે છે- વધુ વિકાસ કરો વધુ મેળવો.
આપણે 140 કરોડ આકાંક્ષાઓથી ભરેલો રાષ્ટ્ર છીએ, આપણે અધીરા છીએ, આતુર છીએ, આપણે દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છીએ, પરંતુ આપણે વહેલામાં વહેલી તકે દુનિયાની ટોચની ત્રણ અર્થવ્યવસ્થા બનવા માંગીએ છીએ. કારણ કે આપણી પ્રેરણા છે- વધુ વિકાસ કરો વધુ મેળવો.
સાથીઓ,
તમે પણ જોયું છે, ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન લેન્ડ કરાવ્યું. દુનિયામાં કોઈ અન્ય દેશ એવું કરી શક્યો નથી. પરંતુ ભારત આટલા માત્રથી સંતુષ્ટ ન થયું કારણ કે ભારત કહે છે વધુ વિકાસ કરો વધુ મેળવો.
તેથી સાથીઓ, ભારત હવે અંતરિક્ષમાં પોતાનું ગગનયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે, ભારત હવે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાના લક્ષ્ય પર ચાલી રહ્યું છે.
સાથીઓ,
કેટલાક વર્ષો પહેલાં સુધી, 5G ટેકનોલોજીને લઈને મોટા સવાલો દેશની સામે હતા? ક્યારે લોન્ચ થશે, કેવી રીતે રોલઆઉટ થશે, કેટલો સમય લાગી જશે? આપણે 2022ના અંતમાં 5G રોલઆઉટ કરવાનું શરૂ કર્યું, અને આજે ભારતના 99 ટકા જિલ્લા આનાથી આવરી લેવામાં આવ્યા છે. અને તમને આનંદ થશે મિત્રો, ભારત 5Gનું સૌથી ઝડપી રોલઆઉટ કરનારા દેશોમાંનો એક છે.
આજે ભારત, દુનિયાનું બીજું મોટું 5G માર્કેટ બની ચૂક્યું છે. અને એટલું જ નહીં, ભારત આજે ભારતમાં બનેલી 6G ટેકનોલોજી પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે. તે એટલા માટે, કારણ કે ભારતીયો કહે છે, વધુ વિકાસ કરો વધુ મેળવો.
સાથીઓ,
છેલ્લા 12 વર્ષોમાં, ભારતના બે ડઝનથી વધુ શહેરોમાં મેટ્રો નેટવર્ક પહોંચી ચૂક્યું છે. આજે ભારતમાં દરરોજ સવા કરોડથી વધુ લોકો મેટ્રોમાં સફર કરે છે. ભારત, દુનિયાનું ત્રીજું મોટું મેટ્રો નેટવર્ક ધરાવતો દેશ છે. પરંતુ આપણે ભારતીયો આનાથી પણ સંતુષ્ટ નથી, આપણે કહીએ છીએ- વધુ વિકાસ કરો વધુ મેળવો.
તેથી આપણે ભારતમાં નમો ભારત રેપિડ રેલ, અને વંદે ભારત જેવા સેમી હાઈસ્પીડ નેટવર્કને ઝડપથી વધારી રહ્યા છીએ.
બીજું એક ઉદાહરણ મેક ઇન ઇન્ડિયાનું છે. વિતેલા 12 વર્ષમાં, મેક ઇન ઇન્ડિયા વૈશ્વિક બ્રાન્ડ બન્યું. આપણા મોબાઈલ ફોન, આપણા ઈલેક્ટ્રોનિક્સ, દુનિયાભરમાં પહોંચ્યા. આપણા ઓટોમોબાઈલ, આપણા ફાર્મા પ્રોડક્ટ્સનો વૈશ્વિક સ્તરે વધુ વિસ્તાર થયો. ભારતના સંરક્ષણ પ્લેટફોર્મની ક્ષમતા અને વિશ્વસનીયતા, દુનિયા જોઈ રહી છે.
આપે ઓપરેશન સિંદૂર દરમિયાન, ડેમો તો જોઈ જ લીધો હશે. ધડાકા, આતંકીઓના અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, અને ગુંજ, આખી દુનિયામાં સંભળાતી હતી. આતંકી કેમ્પ પર આ આકરા પ્રહારથી તમને ગર્વ થયો કે નહીં?
સાથીઓ,
ભારત આટલા પર જ રોકાવા નથી માંગતું, ભારત કહી રહ્યું છે વધુ વિકાસ કરો વધુ મેળવો. તેથી, આજે ચિપથી લઈને જહાજ સુધી, ઉત્પાદનનું ભારતમાં એક નવું ઈકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
ભારતના મોટા સપના, મોટી આકાંક્ષાઓનો પાયો છે. ભારતનો નાગરિક, આપણે ભારતના લોકો અને આ સપનાઓને ઊર્જા આપી રહ્યા છે. નાગરિક પ્રથમ, એટલે કે નાગરિક દેવો ભવનો મંત્ર. આ આજના ભારતના શાસનનો મૂળ મંત્ર બની ગયો છે.
હું તમને પ્રમાણપત્રના પ્રમાણીકરણનું ઉદાહરણ આપું છું. પ્રમાણીકરણની મજબૂરી, કેટલાક વર્ષો પહેલાં સુધી બહુ સામાન્ય બાબત હતી. એટલે કે કંઈપણ કરવું હોય, ક્યાંય પણ અરજી કરવી હોય, પોતાના દસ્તાવેજો કોઈ અધિકારી પાસે પ્રમાણિત કરાવવા પડતા હતા.
લાઈનમાં ઊભા રહેવું પડતું હતું વહેલી સવારે. એ બતાવવા માટે કે, હા તમે એ જ છો. આપણા માટે તો નાગરિક દેવો ભવ. હવે આ સ્થિતિ નથી. હવે મોટાભાગના કામ સ્વ-પ્રમાણીકરણથી જ ચાલી જાય છે.
ત્યાંથી જે યાત્રા શરૂ થઈ, તે ભારતમાં ડિજી-લોકર સુધી પહોંચી ગઈ છે. એક એવી ડિજિટલ વ્યવસ્થા, જેમાં ભારતીયો, પોતાના દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં રાખી શકે છે. આમાં એક ક્લિકમાં દસ્તાવેજ શેર થાય છે. ચકાસણી થાય છે. સ્વીકારાય છે.
સાથીઓ,
વ્યવસ્થા બનાવવી એક વસ્તુ છે, તેને વ્યાપક સ્તરે અને સુરક્ષિત સુવિધાઓ સાથે બનાવવી, બહુ મોટી ઉપલબ્ધિ હોય છે. તમે જાણો છો કે આજે ભારતમાં ડિજીલોકરના કેટલા યુઝર્સ છે? હું જાણું છું, આ આંકડો યાદ રાખવો થોડો મુશ્કેલ છે.
આ સમય સુધી, 70 કરોડ એટલે કે 700 મિલિયનથી વધુ ડિજીલોકર યુઝર્સ છે. અને આમાં, 850 કરોડથી વધુ દસ્તાવેજો સંગ્રહિત છે. 850 કરોડથી વધુ.
સાથીઓ,
નાગરિક દેવો ભવનું એક ઉદાહરણ, આપણું હેલ્થકેર સિસ્ટમ છે. આજે કરોડો ભારતીયો પાસે, એક સુરક્ષિત ડિજિટલ હેલ્થ આઈડી છે. આમાં હેલ્થ રેકોર્ડ્સની આખી હિસ્ટ્રી ડિજિટલી સ્ટોર થાય છે. આનાથી ભારતમાં, રોગનું નિદાન વધુ સારું થઈ રહ્યું છે. અને આનાથી ઇલાજની વ્યવસ્થા વધુ સુધરી રહી છે.
એટલું જ નહીં ટેલિફોનિક તબીબી સલાહનું ચલણ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. સરકારનું એક ઈ-સંજીવની પ્લેટફોર્મ છે, આનાથી અત્યાર સુધી 48 કરોડ એટલે કે 480 મિલિયન ટેલિ-કન્સલ્ટેશન થઈ ચૂક્યા છે. આ પ્લેટફોર્મ સાથે સવા બે લાખથી વધુ હેલ્થકેર પ્રોવાઈડર્સ જોડાયેલા છે.
સાથીઓ,
એક જમાનામાં આપ સૌએ પાસપોર્ટ સાથે જોડાયેલી મુશ્કેલીઓ પણ સહન કરી હશે. આપ યાદ કરો, કેટલા અઠવાડિયા લાગતા હતા પાસપોર્ટ બનવામાં? પરંતુ આજે પાસપોર્ટ સરેરાશ કેટલાક જ દિવસોમાં મળી જાય છે. આ જ નાગરિક પ્રથમ શાસન છે. આ જ નાગરિક દેવો ભવના મંત્રની સફળતા છે.
સાથીઓ,
હું અવારનવાર એક વાત કહું છું, ભારતનું સામર્થ્ય જેટલું વધે છે, તેનો ફાયદો, આખી માનવતાને થાય છે. આપણા સંસ્કાર છે- સર્વે ભવન્તુ સુખિનઃ એટલે કે બધા સુખી રહે. આ જ શાશ્વત સંસ્કારો આજે પણ ભારતની નીતિઓ અને કાર્યોને પ્રેરિત કરે છે.
સાથીઓ,
હમણાં ગયા મહિને જ વેનેઝુએલામાં ભૂકંપની આટલી મોટી આફત આવી. કેટલો મોટો વિનાશ થયો. સેંકડો લોકોના જીવ ગયા. આપણે અંતર કેટલું છે તે જોયું નહીં. આપણે વેનેઝુએલાની એ પીડાને પોતાની પીડા સમજી. ભારતે રાહત અને બચાવ માટે ઓપરેશન ચલાવ્યું.
આપણે જેટલી ઝડપથી સંભવ હોઈ શકતું હતું, મદદ મોકલી, પોતાના નિષ્ણાતો મોકલ્યા, આપણી મેડિકલ ટીમોએ ઝડપથી કામ શરૂ કર્યું. મને બહુ સંતોષ છે, કે આનાથી અનેક જિંદગીઓ બચી શકી.
સાથીઓ,
આવી જ રીતે તુર્કી અને સીરિયામાં જ્યારે ભૂકંપ આવ્યો, ત્યારે પણ ભારતે બહુ ઝડપથી રાહત અને બચાવ માટે મદદ મોકલી. આવા અનેક ઉદાહરણો છે, ગયા વર્ષે આપણે મ્યાનમારમાં ઓપરેશન બ્રહ્મા ચલાવ્યું. શ્રીલંકામાં વાવાઝોડાની તબાહી થઈ, તો ત્યાં ઓપરેશન સાગર બંધુ ચલાવ્યું.
સાથીઓ,
કોરોનાકાળની યાદો પણ આજ સુધી આપણા મનમાં તાજી છે. આપણે દુનિયાભરમાંથી ભારતના જ નહીં, અન્ય દેશોના નાગરિકોને પણ પોતપોતાના ઘરે પહોંચાડ્યા. બચાવ અભિયાન ચલાવ્યું. જરૂરિયાતમંદો સુધી દવાઓ પહોંચાડી, 100થી વધુ દેશોને રસી મોકલી. યુદ્ધક્ષેત્રોમાં પણ ભારતે, સંકટમાં ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.
સાથીઓ,
ભારત જ્યારે મદદ કરે છે, તો પાસપોર્ટ નથી જોતું, ભારત જ્યારે મદદ મોકલે છે, પાસપોર્ટનો રંગ નથી જોતું. તેથી, દુનિયા પણ ભારત પર આટલો વિશ્વાસ કરે છે.
સાથીઓ,
હું જાણું છું કે માનવતાના હિતમાં કામ કરવામાં ઓસ્ટ્રેલિયાની પણ બહુ મોટી ભૂમિકા છે. આ આપણા બંને દેશોની ભાગીદારીનો એક મહત્વનો સ્તંભ છે.
અને આપણા બંને દેશોની ભાગીદારીને, બીજું એક ક્ષેત્ર મજબૂતી આપે છે. આ ક્ષેત્ર છે—રમતગમત. રમતગમતની દુનિયામાં, ઓસ્ટ્રેલિયા પોતાનામાં એક બ્રાન્ડ છે. પરંતુ ભારતમાં પણ રમતગમતનું ઇકોસિસ્ટમ પરિવર્તિત થઈ રહ્યું છે.
સાથીઓ,
તમે ખેલો ઇન્ડિયા મિશનનું નામ સાંભળ્યું હશે. આ માત્ર એક સ્પોર્ટ્સ પોલિસી નથી, આ અભિયાન શાળા સ્તરથી જ હજારો ખેલાડીઓનું એક જૂથ તૈયાર કરી રહ્યું છે. ભારતમાં શાળા, યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સ્તરે ખેલો ઇન્ડિયા ગેમ્સ થાય છે, આમાં લાખો રમતવીરો ભાગ લે છે.
આ મિશન હેઠળ, ભારતના અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આનાથી વધુમાં વધુ રમતવીરોને ખાસ કરીને આપણી દીકરીઓને વધુ તકો મળી રહી છે. અને આ માત્ર શહેરો પૂરતું સીમિત નથી સાંસદ ખેલ મહાકુંભ જેવા આયોજનોથી ગામડે-ગામડે રમતગમતને, ફિટનેસ સાથે જોડવામાં આવી રહ્યું છે, કરિયરની તકો સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યું છે.
અને આ જે કંઈ પણ થઈ રહ્યું છે, તેની અસર મેદાનમાં દેખાઈ રહી છે. ભારતના રમતવીરો, ભારતની ટીમો, બહેતરથી બેસ્ટ થતી જઈ રહી છે.
સાથીઓ,
આ જ આત્મવિશ્વાસ, ભારતને સ્પોર્ટિંગ લીગના આગલા સ્તર પર લઈ જઈ રહ્યો છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ, ભારત હોસ્ટ કરી રહ્યું છે. ભારત 2036 ઓલિમ્પિક્સને હોસ્ટ કરવાનો પણ દાવેદાર છે. મને પૂરો વિશ્વાસ છે, રમતગમતના ક્ષેત્રમાં પણ ઓસ્ટ્રેલિયા અને ભારતની ભાગીદારીનો વધુ વિસ્તાર થશે.
સાથીઓ,
ભારત અને ઓસ્ટ્રેલિયા, જે કંઈ પણ કરે છે, તે આપણા બંને દેશો માટે પણ શુભ હોય છે. આનું એક મોટું ઉદાહરણ, ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર કરાર છે. તમે એ શાયરી સાંભળી હશે, તમને યાદ હશે:
હું એકલો જ ચાલ્યો હતો મંઝિલ તરફ લોકો સાથે આવતા ગયા અને કારવો બનતો ગયો
આવી જ રીતે, ભારત અને ઓસ્ટ્રેલિયાનો કરાર એક શરૂઆત હતી, અને આજે આ કારવો દુનિયાના લગભગ 40 દેશો સાથેના વેપાર કરારો સુધી પહોંચી ચૂક્યો છે.
સાથીઓ,
આપણે માત્ર, વ્યાપારી રાષ્ટ્ર નથી, આપણે ઇનોવેશનને, વિજ્ઞાન અને ટેકનોલોજીને મહત્વ આપીએ છીએ. ઓસ્ટ્રેલિયાની અનેક ઉપલબ્ધિઓ છે, હિયરિંગ ઇમ્પ્લાન્ટ, વાઈ-ફાઈ, સર્વાઇકલ કેન્સર વેક્સિન, ફ્લાઇટ બ્લેક બોક્સ, સિક્રેટ બેલેટ વોટિંગ, આવા કેટલાય ઇનોવેશન્સ છે જેમાં ઓસ્ટ્રેલિયાની એક મોટી ભૂમિકા રહી છે, અને આજે આ આખી દુનિયાને બહેતર બનાવવાના કામમાં આવી રહ્યા છે.
સાથીઓ,
આવી જ રીતે ભારત પણ, પોતાના વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન ઇકોસિસ્ટમને પરિવર્તિત કરી રહ્યું છે. તમને આ જાણીને આનંદ થશે, આજે ભારતના 10 હજાર શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબ્સ ચાલી રહી છે. આ શાળા સ્તરે જ, ઇનોવેશનની માનસિકતા તૈયાર કરી રહી છે.
વિતેલા 12 વર્ષોમાં ભારત દુનિયાનું ત્રીજું મોટું સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ બની ગયું છે. પરંતુ હું નંબર બતાવીશ, તો તમે પણ હેરાન રહી જશો. તમે ડેટા સાંભળવા માંગશો, તો હું કહું?
આજે ભારતમાં 2 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ્સ છે. ભારતમાં દર મહિને 4 હજારથી વધુ નવા સ્ટાર્ટ અપ રજિસ્ટર થઈ રહ્યા છે. અને ડિફેન્સ અને સ્પેસ જેવા ક્ષેત્રોમાં પણ સેંકડો સ્ટાર્ટ અપ્સ કામ કરી રહ્યા છે. આના ઉદાહરણો હું એટલા માટે આપી રહ્યો છું, કારણ કે આ બધા ક્ષેત્રો પહેલાં ભારતમાં બંધ હતા. કેટલાક વર્ષો પહેલાં જ આમને પ્રાઇવેટ આંત્રપ્રન્યોરશિપ માટે ખોલવામાં આવ્યા છે. અને તમે જુઓ ભારતનું એક સ્પેસ સ્ટાર્ટ-અપ બહુ જલ્દી, પોતાના રોકેટમાં, પહેલીવાર સેટેલાઇટ્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
સાથીઓ,
મને આનંદ છે કે શિક્ષણ, કૌશલ્ય, ઇનોવેશનમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો સંબંધ વધુ ઊંડો થઈ રહ્યો છે, વધુ મજબૂત થઈ રહ્યો છે. આજે ઓસ્ટ્રેલિયામાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. અને હવે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝ, ભારતમાં પણ પોતાના કેમ્પસ ખોલી રહી છે.
ડીકીન અને વુલોન્ગોંગ યુનિવર્સિટીના કેમ્પસ શરૂ થઈ ચૂક્યા છે. હજુ પણ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ આ તરફ આગળ વધી રહી છે. અને આ માત્ર નવા કેમ્પસ ખોલવા સુધીની વાત નથી, આ દુનિયાને કુશળ, ઇનોવેટિવ ટેલેન્ટ આપવાનું ગ્લોબલ લીડરશિપ તૈયાર કરવાનું પણ અભિયાન છે.
સાથીઓ,
ભારતની આટલી બધી વાતો મેં તમારી વચ્ચે કરી છે. હવે હું તમને એક આગ્રહ પણ કરીશ. થોડા સમય પહેલાં આપણે આપણા પ્રવાસી સમુદાયના બાળકો માટે, ભારતને જાણો ક્વિઝની શરૂઆત કરી છે. આ ક્વિઝ દુનિયાને ભારતની વિવિધતાથી પરિચિત કરાવે છે, અને સાથે જ, ભારતીય સમુદાયના પરિવારોને પોતાના વારસા સાથે જોડે છે. મને આ જાણીને સારું લાગ્યું, કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા યુવા સાથીઓએ આ કાર્યક્રમના કર્ટન રેઝરમાં ભાગ લીધો છે. હવે આ સ્પર્ધાની છઠ્ઠી આવૃત્તિની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે ગેમિફાઇડ મોડમાં ઘણી બધી સ્પર્ધાઓ થવા જઈ રહી છે, હું ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના તમામ પરિવારોને આગ્રહ કરીશ, કે આમાં જરૂર હિસ્સો લે. પરંતુ સાથે સાથે તમે ઓસ્ટ્રેલિયાના મિત્રોને પણ, તમારી શાળામાં ભણતા સાથીઓને, કોલેજમાં ભણતા સાથીઓને આ સ્પર્ધામાં જરૂર જોડો.
સાથીઓ,
આપ સૌએ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને મજબૂત બનાવવામાં બહુ મહેનત કરી છે, બહુ યોગદાન આપ્યું છે. પરંતુ આપનું કામ અહીં પૂરું નથી થયું, પરંતુ અહીંથી આપની જવાબદારીઓ વધુ વધી ગઈ છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયાની ભાગીદારીનો એક અલગ જ તબક્કો શરૂ થઈ રહ્યો છે.
તેથી આપ, આવી જ રીતે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને જોશથી ભરતા રહો, ચોગ્ગા-છગ્ગા મારતા રહો, આપની સફળતામાં જ, ભારત અને ઓસ્ટ્રેલિયાની સફળતા છે.
સાથીઓ,
આજના આ કાર્યક્રમ માટે પ્રાઇમ મિનિસ્ટર અલ્બેનીઝ અને આપ સૌ સાથીઓને મારા એક વાર ફરી ખૂબ ખૂબ ધન્યવાદ.
ભારત માતાની જય!
વંદે માતરમ!
SM/BS/JD
Excited to be among the Indian community in Melbourne. Their energy and enthusiasm are truly unmatched. They are one of the strongest pillars of India-Australia friendship. https://t.co/dG9F5vj5jr
— Narendra Modi (@narendramodi) July 9, 2026
The India of the 21st century is working towards becoming a developed nation. pic.twitter.com/Q53rgrGt6R
— PMO India (@PMOIndia) July 9, 2026
This is the India that says...
— PMO India (@PMOIndia) July 9, 2026
Grow More. Achieve More. pic.twitter.com/3oUoOEmO7r
Today, from chips to ships, India is developing a new manufacturing ecosystem. pic.twitter.com/z3paGO6j9p
— PMO India (@PMOIndia) July 9, 2026
The foundation of India's big dreams and great aspirations is its people... We, the People. pic.twitter.com/zoxCPv5133
— PMO India (@PMOIndia) July 9, 2026
"People First"... the mantra of "Nagrik Devo Bhava" has become the guiding principle of governance in India. pic.twitter.com/eeNst5lqkq
— PMO India (@PMOIndia) July 9, 2026
When India extends a helping hand, it does not look at passports... nor the colour of those passports.
— PMO India (@PMOIndia) July 9, 2026
That is why the world places such immense trust in India. pic.twitter.com/wkvfFB7L17
Thank you Melbourne!
— Narendra Modi (@narendramodi) July 9, 2026
Thank you Australia!
Today was electrifying… pic.twitter.com/O83XPoScgb
The community programme in Melbourne was made even more special with the presence of PM Albanese. His speech was outstanding, reflecting his deep commitment to India-Australia friendship and the immense value he places on our partnership.@AlboMP pic.twitter.com/U0krUPZTGm
— Narendra Modi (@narendramodi) July 9, 2026
विकसित होने के लक्ष्य को लेकर आगे बढ़ रहे भारत की प्रेरणा है- Grow More, Achieve More. pic.twitter.com/3btTfUXF8a
— Narendra Modi (@narendramodi) July 9, 2026
यही सिटिजन फर्स्ट गवर्नेंस है, यही नागरिक देवो भव के मंत्र की सफलता है… pic.twitter.com/hrjzZB4A5I
— Narendra Modi (@narendramodi) July 9, 2026
भारत जब मदद का हाथ बढ़ाता है तो पासपोर्ट का रंग नहीं देखता। इसलिए भारत पर दुनिया का भरोसा बढ़ता ही जा रहा है। pic.twitter.com/4QSSPRVZWZ
— Narendra Modi (@narendramodi) July 9, 2026
स्पोर्ट्स एक ऐसा सेक्टर है, जिससे भारत और ऑस्ट्रेलिया की साझेदारी को बहुत मजबूती मिलती है। मुझे पूरा विश्वास है कि दोनों देशों के बीच इस पार्टनरशिप का और विस्तार होगा। pic.twitter.com/VG5eA91jmq
— Narendra Modi (@narendramodi) July 9, 2026
मुझे खुशी है कि एजुकेशन, स्किल और इनोवेशन जैसे क्षेत्रों में भारत-ऑस्ट्रेलिया का रिश्ता और गहरा हो रहा है। pic.twitter.com/gwcFa2z7Zm
— Narendra Modi (@narendramodi) July 9, 2026