Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કઝાખસ્તાન રવાના થતા અગાઉ પ્રધાનમંત્રી મોદીનું નિવેદન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે કઝાખસ્તાનની તેમની મુલાકાતે રવાના થયા એ અગાઉ તેમણે એક નિવેદન કર્યું હતું. આ નિવેદનનો મૂળ પાઠ નીચે મુજબ છેઃ

“હું 8 અને 9 જૂનના રોજ બે દિવસ માટે કઝાખસ્તાનના અસ્તાનાની મુલાકાત લઈશ. અહીં શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી ભારત એસસીઓનું કાયમી અને પૂર્ણ સભ્ય બની જશે. તેના પરિણામે એસસીઓ દુનિયાની 40 ટકા વસતિ અને વિશ્વની આશરે 20 ટકા જીડીપીનું પ્રતિનિધિત્વ કરશે. આપણે ગયા વર્ષે એસસીઓની તાશ્કંદમાં યોજાયેલી બેઠકમાં ભારતને સંપૂર્ણ સભ્યપદ આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. હું એસસીઓમાં ભારતના જોડાણને વધુ મજબૂત કરવા આતુર છું, જેનાથી અન્ય બાબતોની સાથે આપણને આર્થિક ક્ષેત્રમાં, પરિવહન ક્ષેત્રમાં જોડાણ પર અને આતંકવાદનો સામનો કરવાના મુદ્દે સહકાર સ્થાપિત કરવામાં મદદ મળશે. આપણે એસસીઓના સભ્ય દેશો સાથે લાંબા સમયથી મજબૂત સંબંધો ધરાવીએ છીએ. હવે આપણા દેશો અને લોકોના પારસ્પરિક હિત અને વિકાસ માટે એસસીઓ મારફતે વધુ પ્રગતિ કરવા આપણે આતુર છીએ. આપણે ખભેખભો મિલાવીને લાભદાયક જોડાણ માટે નવી તકો ઊભી કરીશું અને આપણી સંપૂર્ણ સંભવિતતા હાંસલ કરવા પડકારરૂપ બની શકે તેવી સમસ્યાઓનું સમાધાન કરીને પ્રગતિ કરીશું. આ માટે અમે આતુર છીએ. હું 9 જૂનની સાંજે “ફ્યુચર એનર્જી” (ભવિષ્યની ઊર્જા) થીમ સાથે અસ્તાના એક્ષ્પોના ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહીશ.”

AP/J.Khunt/TR/GP