Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કર્ણાટકના કારવારમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના કારવાર જિલ્લામાં થયેલી દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને રૂ. 2 લાખની એક્સગ્રેશિયા (સહાય) આપવાની જાહેરાત કરી છે. શ્રી મોદીએ પણ જણાવ્યું હતું કે ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને રૂ. 50,000 પૂરા પાડવામાં આવશે.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું:કર્ણાટકના કારવાર જિલ્લામાં થયેલી દુર્ઘટના વિશે જાણીને ઘણું દુઃખ થયું છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય. પીએમએનઆરએફ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને રૂ. 2 લાખની એક્સગ્રેશિયા આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”

SM/JD