Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કાબુલમાં પ્રધાનમંત્રીએ આતંકવાદી વિસ્ફોટને વખોડી કાઢ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાબુલમાં થયેલા આતંકવાદી વિસ્ફોટને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “અમે કાબુલમાં થયેલા આતંકવાદી વિસ્ફોટની નિંદા કરીએ છીએ. આ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોનાં કુટુંબીજનો સાથે અમે છીએ અને ઇજાગ્રસ્તોની સ્થિતિમાં સુધારો થાય તેવી પ્રાર્થના.

ભારત તમામ પ્રકારના આતંકવાદ સામે લડવામાં અફઘાનિસ્તાનની સાથે છે. આતંકવાદને સાથ આપતા પરિબળોને પરાસ્ત કરવાની જરૂર છે.”

AP/J.Khunt/TR