Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કુઆલાલમ્પુરમાં 10માં પૂર્વી એશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીની ટીપ્પણી

કુઆલાલમ્પુરમાં 10માં પૂર્વી એશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીની ટીપ્પણી

કુઆલાલમ્પુરમાં 10માં પૂર્વી એશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીની ટીપ્પણી


મહામહિમ પ્રધાનમંત્રી શ્રી મોહમ્મદ નજીબ

મહામહિમ,

પ્રધાનમંત્રી નજીબ તથા મલેશિયાના લોકો આ ખૂબસૂરત શહેર કુઆલાલમ્પુરમાં આ શિખર સંમેલનોના શાનદાર અાયોજન માટે તેઓ દિલથી અભિનંદનના હકદાર છે.

તથા, મહામહિમમાં પૂર્વી એશિયા શિખર સંમેલનની પ્રક્રિયાની તમારી શાનદાર સમીક્ષા માટે પણ તમને અભિનંદન આપું છું.

આ ઐતિહાસિક શિખર સંમેલન છે. આપણે આસિયાન સમુદાયના લાકોના વલણને સમજવા તથા 2025 સુધી એક નવી રાહ તૈયાર કરવા માટે આસિયાન સભ્યોની પ્રશંસા કરીએ છીએ.

અમને આશા છે કે આસિયાન વ્યાપક ક્ષેત્રીય એકીકરણ તથા સહયોગના વિચારને સંભવ બનાવવામાં પોતાની અગ્રણી તથા કેન્દ્રીય ભૂમિકા નિભાવતું રહેશે

મહામહિમ,

અમારો આ મંચ પર હંમેશાં એ વિચાર રહ્યો છે કે આતંકવાદ આ ક્ષેત્ર માટે ગૌણ કે દૂરની સમસ્યા છે. જોકે પેરિસ, અંકારા, બેરુત, માલી તથા રશિયાના વિમાન પર બર્બર આતંકી હુમલાઓએ આપણને કડવી હકીકતની યાદ અપાવી દીધી છે કે હવે આતંકવાદના પડછાયો આપણા સમાજ તથા અાપણી દુનિયા સુધી પ્રસરી ગયો છે. પછી તે આતંકવાદીઓની ભરતીનો મામલો હોય કે પછી તેમના હુમલાના લક્ષ્યનો મામલો.

જોકે આપણે રાજનિતિક સમતુલનના વિચારને નજરઅંદાજ કરીને આતંકવાદ સામે લડાઇ લડવા માટે નવી વૈશ્વિક પ્રતિબદ્ધતા તથા નવી રણનિતિથી કામ કરવું પડશે. કોઇ પણ દેશ આતંકવાદનો ઉપયોગ તથા સમર્થન ન કરે. આતંકવાદીઓના સમૂહો વચ્ચે કોઇ અંતર નથી. આતંકવાદીઓ માટે કોઇ અભ્યારણ્ય ઉપસ્થિત નથી. આંતકવાદ માટે કોઇ ફંડ નથી. તેમની હથિયારો સુધી કોઇ પહોંચ નથી. જોકે આપણે આપણા સમાજની અંદર તથા પોતાના યુવાનો સાથે પણ કામ કરવું પડશે. હું ધર્મથી આતંકવાદને અળગ રાખવાની પ્રતિબદ્ધતા તથા દરેક ધર્મમાં ઉપસ્થિત માનવીય મૂલ્યોને આગળ વધારવાના પ્રયાસનું સન્માન કરું છું.

હાલમાં પેરિસમાં જળવાયુ પરિવર્તન સમેલન શરૂ થવામાં થોડા દિવસ બચ્યા છે. ત્યાં જળવાયુ પરિવર્તન પર કોઇ સાર્થક પરિણામ તૈયાર કરવા કે નિકાળવા માટે આપણે ફક્ત એક સાથે ઉભું જ રહેવાનું નથી પરંતુ એક સ્પષ્ટ સંદેશ પર આપવાનો રહેશે કે આતંકવાદનો સામનો કરવામાં આપણે ક્યારેય પાછળ રહીશું નહીં.

મહામહિમ,

છેલ્લા 18 મહિના પહેલા જ્યારથી મારી સરકારે કામકાજ સંભાળ્યુ છે ત્યારથી ભારતનો કોઇ પણ અન્ય ક્ષેત્રની તુલનામાં એશિયા – પ્રશાંત તથા હિન્દ મહાસાગર ક્ષેત્રથી વધારે સંપર્ક થયો છે. દુનિયા વૈશ્વિક પડકારો તથા અનિશ્ચિતતાઓ સામે લડવા માટે અત્યારે પણ આ ક્ષેત્રની તરફ જોઇ રહી છે. તો પણ આપણું ક્ષેત્ર એક સ્થિર, શાંતિપૂર્ણ તથા સમૃદ્ધ ભવિષ્યની શોધમાં ઘણા ફેરફારોમાંથી પસાર થઇ રહ્યું છે.

પૂર્વી એશિયા શિખર સંમેલન આ ક્ષેત્રના સામૂહિક ભવિષ્યને આગળ વધારવા માટેનો મુખ્ય મંચ છે. પહેલી વાત તો એ છે કે સુરક્ષા તથા સમયોગ માટે પૂર્વી એશિયા શિખર સંમેલનને એક સમાવેશી, સમતુલિત, પારદર્શી તથા ખુલ્લા ક્ષેત્રની સંરચનાનું સતત સમર્થન કરતા રહેવું પડશે. આપણે પોતાની સામૂહિક પ્રતિબદ્ધતાને મજબૂત કરવી પડશે જેથી આપણે તાકાતવાન બનીએ. સાથે જ આપણે આંતરરાષ્ટ્રીય નિયમો તથા કાયદાનું પાલન કરીએ.

બીજી મહત્વની ચીજ એ છે કે આપણો સમુદ્ર આપણી સમૃદ્ધિ તથા સુરક્ષાનો માર્ગ બન્યો છે. 1982ના સમુદ્રી કાયદા સંબંધિત કરાર તથા માન્ય આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો અંતર્ગત ભારત તથા આસિયાન દેશો વચ્ચે સમુદ્રમાં સંચાલન, તેની ઉપર ઉડાન કોઇ પણ બાધા વગર વેપાર કરવાની પ્રતિબદ્ધતા છે. જો કોઇ ક્ષેત્રીય વિવાદ છે તો તેના શાંતિપૂર્ણ તરીકે સુધારવો પડશે. ભારત તથા બાંગ્લાદેશે હાલમાં 1982ના સમુદ્રી કાયદા સંબંધિત કરાર (યુએનસીએલઓએસ) અંતર્ગત ઉપસ્થિત વ્યવસ્થા દ્વારા પોતાની સમુદ્રી સીમાઓનો પ્રશ્વ હલ કર્યો છે. ભારત આશા કરે છે કે સાઉથ ચીન સાગર વિવાદ સાથે સંકળાયેલા પક્ષ તેનો હલ કરવામાં સાઉથ ચીન સાગરમાં ગતિવિધીઓ સાથે જોડાયેલા ઘોષણાપત્ર તથા તેના સંબંધમાં ઉપસ્થિત નિર્દેશો અનુસાર કામ કરશે. તમામ પક્ષોએ આપસમાં સહેમતિના આધાર પર આ સંબંધમાં આચારસંહિતાને અપનાવવાના બે ગણા પ્રયાસો કરવા જોઇએ.

ત્રીજી વાત એ છે કે સાઇબર સુરક્ષા પર મજબૂત પ્રતિબદ્ધતા દેખાડવી પડશે તથા અેક બીજાની સાથે મળીને સહયોગ કરવો પડશે. આપણે આ સંબંધમાં અમુક નિયમો તથા વ્યવહારો નક્કી કરવા પડશે. બહારની અંતરિક્ષ સુરક્ષાના મામલામાં એક મોટી ચિંતા બનીને ઉભર્યું છે. એટલા માટે આપણે અપ્રસારની દિશામાં સહયોગ મજબૂત કરવો પડશે.

ભારત આસિયાન દેશોની સાથે પોતાની જમીન તથા સમુદ્રી સીમાનો ઉપયોગ કરે છે. જોકે ભારત આસિયાન દેશો તથા પૂર્વી એશિયન શિખર સંમેલનનાં સભ્યોની સાથે પોતાની દ્વિપક્ષીય સુરક્ષા ભાગીદારી મજબૂત કરતું રહેશે. આપણે આસિયાનના નેતૃત્વવાળી સુરક્ષા વાર્તાઓ તથા સહયોગ મંચો પર સક્રિયા ભાગીદાર બની રહીશું.

ચોથી વાત એ છે કે આપણે એક સમતુલિત વ્યાપક આર્થિક ભાગીદારીના શરૂઆતના નિષ્કર્ષોને નીકાળવા તરફ આગળ વધવું પડશે. ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ આ સંબંધમાં એક મહત્વની પહેલ છે. હું સમજું છું કે આ ચીજવસ્તુઓ એક પ્રતિસ્પર્ધી વ્યવસ્થામાં નહીં બદલાય પરંતુ આ ક્ષેત્રમાં સમૂચિત આર્થિક સમુદાયના નિર્માણનો આધાર બનશે.

અને અંતમાં હું એ કહેવા માગું છું કે વિકાસ માટે આપસમાં સહયોગ પૂર્વી એશિયા શિખર સંમેલનના મૂળમાં છે. ભારત પોતાના સહયોગી દેશોના પ્રયાસોને હંમેશાં સમર્થન આપતું રહેશે. તથા અમે હોનારત પ્રબંધન તથા ટ્રોમા કેયર એન્ડ નર્સિંગમાં પૂર્વી એશિયા શિખર સંમેલન વર્ચુઅલ નોલેજ પોર્ટલની સ્થાપના કરીને એ દિશામાં પગલું માંડી ચૂક્યાં છીએ. નાલંદા વિશ્વવિદ્યાલય જ્ઞાન તથા શીખવાના વિશ્વસ્તરીય કેન્દ્રના રૂપે આકાર લઇ રહ્યું છે.

હું આ ક્ષેત્રના વ્યુહાત્મક રાજનિતિક, આર્થિક તથા સુરક્ષા ચિંતાઓને કેન્દ્રમાં રાખીને આયોજિત પૂર્વી એશિયા શિખર સંમેલનના દ્રષ્ટિકોણને તમારી સાથે પ્રસ્તુત કરું છું.

ધન્યવાદ.

UM/J.Khunt