Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં યુનાઈટેડ આરબ એમિરેટસ અને ભારત વચ્ચે થયેલા સમજૂતિના કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાન મંત્રીશ્રીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં યુનાઈટેડ આરબ એમિરેટસ અને ભારત વચ્ચે થયેલા સમજૂતિના કરારને મંજૂરી આપી છે.

આ સમજૂતિના કરાર બંને દેશો માટે પરસ્પર લાભદાયી બની રહેશે. તેનાથી બંને દેશોમાં ઉત્તમ કૃષિ પ્રણાલીઓને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોના ખેતરોમાં ઉત્પાદકતાનો વધારો થશે, બહેતર વૈશ્વિક બજાર ઉપલબ્ધ થઈ શકશે. સમાનતા અને સમાવેશીતામાં વધારો થશે. કૃષિ ટેકનોલોજીમાં સહયોગને કારણે નવતર ટેકનોલોજી ઉપયોગ તરફ જઈ શકાશે. ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થશે અને એ દ્વારા આહાર સલામતિના ધ્યેય તરફ આગળ વધી શકાશે.