Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કૃષિ તેમજ સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ માટે વિભિન્ન દેશો સાથે હસ્તાક્ષરિત સહમતિ પત્રને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ તેમજ સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ પત્ર (એમઓયુ)ને આજે પોતાની પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી.

ઉપર્યુક્ત એમઓયુથી ક્ષમતા સર્જન, વૈજ્ઞાનિક અને તકનિકવિદોની મુલાકાતો દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન, આનુવંશિક (જીનેટીક) સંસાધનોના આદાન-પ્રદાનમાં મદદ મળશે, જે ખેડૂતોના ખેતરમાં વધારે ઉત્પાદકતા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય તકનીકો અને ખેતીની પદ્ધતિઓના વિકાસમાં મદદગાર સાબિત થશે. આ રીતે વિકસિત થનારી વિશેષજ્ઞતા અને તકનીકનો ઉપયોગ દેશભરમાં જરૂરિયાતના આધારે કરવામાં આવશે.

આ રીતના એમઓયુના અમલીકરણ પર થનારા ખર્ચની વ્યવસ્થા વિભાગ માટે ફાળવવામાં આવનાર ધનરાશિમાંથી જ કરવામાં આવે છે.

AP/J.Khunt