Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રિય મંત્રીમંડળે મોડેલ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશ્મેન્ટ્સ (રોજગારના નિયમનો અને સેવાની શરતો) વિધેયક, 2015 અંગે વિચારણા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે મોડેલ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશ્મેન્ટ્સ (રોજગારના નિયમનો અને સેવાની શરતો) વિધેયક, 2015 અંગે વિચારણા કરી હતી. આ વિધેયક હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવશે, જેથી તેઓ તેમના વ્યક્તિગત
કાયદાઓમાં સુધારણા કરી શકે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આ વિધેયકને યથાવત્ અથવા તો તેમાં પોતાની જરૂરિયાત મુજબ વિધેયકની જોગવાઈઓમાં સુધારા કર્યા પછી અમલી બનાવી શકે છે. આ ખરડા અંગે ઈન્ટરનેટ દ્વારા લોકો સાથે વિસ્તૃત વિચારવિમર્શ તેમજ ચર્ચાઓ તેમજ નોકરિયાતો, શ્રમિકોના પ્રતિનિધિઓ, નોકરીદાતાઓના મંડળો અને સંઘો તેમજ રાજ્ય સરકારો સાથે ત્રિપક્ષીય સલાહકાર

પ્રક્રિયા દ્વારા ચર્ચાવિચારણા બાદ વિધેયકને આખરી સ્વરૂપ અપાયું હતું.

વિધેયકના મુસદ્દાના મુખ્ય મુદ્દા આ મુજબ છે :-

• તેમાં મેન્યુફેક્ચરીંગ એકમ સિવાયનાં દસ કે વધુ કર્મચારીઓને રોજગાર આપતા એકમને આવરી લેવાશે.

• વિધેયકમાં એકમને વર્ષના 365 દિવસ કામ કરવાની તેમજ એકમ ખુલવાનો તેમજ બંધ કરવાના સમય અંગે સ્વતંત્રતા અપાઈ છે.

• જો એકમમાં આશ્રય, આરામ કરવાના ખંડ સહિત મહિલા શૌચાલય, મહિલાઓની ગરિમાને પર્યાપ્ત રક્ષણ મળે અને પરિવહનની સુવિધા અપાય વગેરે હોય, તો મહિલાઓને રાતપાળી માટે મંજૂરી અપાઈ છે.

• ભરતી, તાલીમ, બદલી કે પ્રમોશન જેવી બાબતોમાં મહિલાઓ સાથે ભેદભાવ ન થવો જોઈએ.

• સરળ પ્રક્રિયા દ્વારા ઓનલાઈન સર્વસામાન્ય રજિસ્ટ્રેશન

• કર્મચારીઓની સલામતિ અને સ્વાસ્થ્ય માટે નોકરીદાતાએ લેવાનાં પર્યાપ્ત ધોરણોનાં નિયમો નક્કી કરવાના અધિકારો સરકાર પાસે રહેશે.

• પીવાનું સ્વચ્છ અને સુરક્ષિત પાણી

• જો વ્યક્તિગત એકમ જગ્યાના અભાવને કારણે કે કોઈ અન્ય કારણોસર શૌચાલય, ઘોડિયાઘર, પ્રાથમિક ઉપચાર અને કેન્ટિનની સગવડો ન કરી શકે તેમ હોય તો એકમોના જૂથ દ્વારા આ સવલતો આપવી.

• રાષ્ટ્રીય રજાના દિવસો ઉપરાંત પાંચ તહેવારોની ચાલુ પગારે રજા, વગેરે.

• ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ (દાખલા તરીકે, આઈટી, બાયોટેકનોલોજી અને સંશોધન અને વિકાસ વિભાગ) જો ત્રિમાસિક ગાળામાં વધુમાં વધુ 125 કલાકનો ઓવરટાઈમ કરે તો તેમને રોજના નવ કલાક અને અઠવાડિયાના 48 કલાક કામ કરવામાંથી છૂટ

મોડેલ વિધેયકને પગલે કાયદાકીય જોગવાઈઓમાં એકરૂપતા આવશે, તેને તમામ રાજ્યો અપનાવી શકે તેવું સરળ બનાવાયું છે, જેનાથી સમગ્ર દેશમાં કામકાજની સમાન શરતોની ખાતરી મળે છે તેમજ વેપાર કરવો અને રોજગારની તકો ઊભી કરવી સરળ બનશે.

J.Khunt/T