પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય તમાકુ સંશોધન સંસ્થાન, (સીટીઆરઆઈ) રાજમુંદ્રીની 21.93 એકર જમીનનું આચાર્ય એન.જી.રંગા કૃષિ વિશ્વવિદ્યાલય હૈદરાબાદને રાજમુંદ્રીમાં કૃષિ કોલેજની સ્થાપના માટે 50 વર્ષની અવધિ માટે લાંબા ગાળાના પટ્ટાના આધારે હસ્તાંતરણ કરવાના નિર્ણયને મંજુરી આપી દીધી છે.
પૃષ્ઠભૂમિ
આચાર્ય એન.જી.રંગા કૃષિ વિશ્વવિદ્યાલયને ગોદાવરી ડેલ્ટા સાથે જોડાયેલ ઉન્નત કૃષિ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કૃષિ સ્નાતકોને પ્રશિક્ષિત કરવાના હેતુસર શૈક્ષણિક વર્ષ 2008-09 દરમિયાન પૂર્વીય ગોદાવરી જિલ્લામાં આવેલ રાજમુંદ્રીમાં એક નવી કૃષિ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં આ કૃષિ કોલેજ કામચલાઉ રીતે સ્થાનિક કલા અને વિજ્ઞાન કોલેજ (એસકેવીટી કોલેજ)ના ભાડાના મકાનમાં ચાલે છે. જમીનના સ્થાનાંતરણ બાદ આ કોલેજ તેનું કાયમી પરિસર વિકસિત કરવામાં સમર્થ થઈ જશે. રાજમુંદ્રીમાં નવી કોલેજની સ્થાપનાથી ગોદાવરી ડેલ્ટામાં કૃષિ સંશોધન અને શિક્ષણ તરીકે નિશ્ચિત રૂપે એક લાંબો માર્ગ નક્કી થશે અને જેનાથી ભારતીય કૃષિ સંશોધન પરિષદને શિક્ષણ સંશોધન અને વિસ્તાર સહિત તેના એક જનાદેશને પૂર્ણ કરવામાં સહાયરૂપ થશે.
J.Khunt