પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં નાગર વિમાનન મહાનિદેશાલય (ડીજીસીએ) અને ફ્રાન્સના નાગર વિમાનન ઓથોરિટી (ડીજીસીએ) વચ્ચે સમજૂતી કરારને મંજૂરી આપી છે. આ બંને સંગઠનો વચ્ચે આંતરરાષ્ટ્રીય નાગર ઉડ્ડયન સંગઠન (આઈસીએઓ)ના માનકો અને ભલામણોની કરાયેલી કાર્યપ્રણાલીના અમલીકરણ અને પ્રોત્સાહન માટે તકનીકી સહયોગ કાર્યક્રમને લાગુ કરાશે.
આ સંબંધમાં સમજૂતી કરાર પર બંને સરકારોની મંજૂરી બાદ હસ્તાક્ષર કરાશે અને તેમની મર્યાદા ચાર વર્ષની રહેશે.
તકનીકી સહયોગ કાર્યક્રમ નાગર વિમાનન મહાનિદેશાલયના અધિકારીઓના કૌશલ અને વિશેષજ્ઞતામાં વૃદ્ધિમા લાભદાયક સિદ્ધ થશે. સમજૂતી કરારથી બંને પક્ષોની વચ્ચે એન્જીનીયરો, તકનીકી કર્મચારીઓ અને પ્રબંધકો વગેરેને પ્રશિક્ષણ આપવાના સહયોગમાં પણ લાભ મળશે.
આમાં ડીજીસીએ અને ડીજીએસીને સમાન રૂપથી રૂચિવાળા કોઈ અન્ય વિષયોનો પણ સમાવેશ કરી શકાશે. આ ઉદ્દેશ્ય માટે બંને પક્ષ નીચે જણાવેલ કાર્યો દ્વારા સહયોગ કરશે.
1. લક્ષ્યની પ્રાપ્તિ માટે વિભિન્ન તકનીકીથી સંબંધિત જાણકારીનું આદાન-પ્રદાન
2. ભારતમાં પ્રશિક્ષણ કાર્યક્રમો માટે ફ્રાન્સના વિશેષજ્ઞો અને પ્રશિક્ષકોને મોકલવા અને
3. ફ્રાન્સમાં પ્રશિક્ષણ કાર્યક્રમો માટે ભારતના વિશેષજ્ઞો અને પ્રશિક્ષકોને સુવિધા પૂરી પાડવી.
આ સહમતિ પત્ર અંતર્ગત ભારતના ડીજીસીએ અને ફ્રાન્સના ડીજીએસી વચ્ચે ખાસ ગતિવિધિઓને બંને પક્ષો વચ્ચે યોગ્ય સહમતિથી પૂરી કરી શકાશે.
AP/J.Khunt/GP