પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે “રાષ્ટ્રીય જળમાર્ગ વિધેયક-2015”માં સત્તાવાર સંશોધન કરવાને મંજૂરી આપી દીધી છે. આ સંશોધન પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પર સંસદીય સ્થાયી સમિતિની ભલામણો અને રાજ્ય સરકારોની સમીક્ષા પર આધારિત છે. આના અંતર્ગત 106 વધારાના અંતર્દેશીય જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગ ઘોષિત કરવા માટે કેન્દ્રીય વિધેયક લાવવામાં આવશે. વર્તમાનમાં પાંચ રાષ્ટ્રીય જળમાર્ગોમાં 106 વધારાના અંતર્દેશિય જળમાર્ગોને સમ્મિલિત કરાયા બાદ આની સંખ્યા વધીને 111 થઈ જશે.
રાષ્ટ્રીય જળમાર્ગ વિધેયક-2015ની મૂળ યાદીમાં નીચે મુજબના સંશોધનોનો સમાવેશ કરાયો છે. – કેરળમાં 10 જળમાર્ગોને હટાવવા, 17 જળમાર્ગોને વર્તમાન જળમાર્ગોની સાથે ભેળળવવા અને 18 જળમાર્ગો (કર્ણાટકમાં 5, મેઘાલયમાં 5, મહારાષ્ટ્રમાં 3, કેરળમાં 3 અને તમિલનાડુ અને રાજસ્થાનમાં 1-1- જળમાર્ગ)ને જોડયા છે, જેનાથી 106 જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગના રૂપમાં ઘોષિત કરવાનું અંતિમ રૂપ આપાયું છે. આ વર્તમાનના 5 જળમાર્ગો ઉપરાંતના હશે. રાષ્ટ્રીય જળમાર્ગ વિધેયક-2015માં આ સત્તાવાર સંશોધનો કરવા માટે સંસદના વર્તમાન સત્રમાં લોકસભામાં વિધેયક રજૂ કરવામાં આવ્યું છે.
106 જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગના રૂપમાં ઘોષિત કરવાથી હાલ પૂરતો તાત્કાલિક કોઈ નાણાકીય ભાર નહીં પડે. છતાં પણ પ્રત્યેક જળમાર્ગ માટે ભારતીય અંતર્દેશીય જળમાર્ગ પ્રાધિકરણ દ્વારા તકનીકી – આર્થિક અધ્યયન કરાયા પછી પ્રત્યેક જળમાર્ગ માટે સક્ષમ પ્રાધિકરણથી આના માટે નાણાકીય અનુમતિ લેવામાં આવશે. ભારતીય અંતર્દેશીય જળમાર્ગ પ્રાધિકરણ (આઈડબલ્યૂએઆઈ) નાણાકીય સંશોધનોને એકત્ર કરી રાષ્ટ્રીય જળમાર્ગોના વિભિન્ન ખંડોને શિપિંગ અને નૌવહન માટે વિકસિત કરશે.
આ રાષ્ટ્રીય જળમાર્ગોને ઘોષણાથી આઈડબલ્યૂએઆઈને આ ખંડો માટે શિપિંગ અને નૌવહન માટે પ્રયોગ કરવામાં સહાયતા મળશે. આ સંબંધમાં જળના પ્રયોગ, નદીના કિનારાઓ અને સંબંધિત ભૂમિના અધિકાર રાજ્ય સરકારોની પાસે જ રહેશે. આ ઉપરાંત રાજ્યોને ઓછી દુર્ઘટનાઓ, સડકો પર ઓછી ભીડભાડ, યાત્રિકોના વહન માટેનું સારું માધ્યમ, માલ ભાડાની આવન – જાવનમા ઓછો ખર્ચ અને આસપાસના વિસ્તારોના વિકાસ જેવા લાભો પ્રાપ્ત થશે.
રાષ્ટ્રીય જળમાર્ગોની ત્વરિત ઘોષણા અને ત્યારબાદ તેના વિકાસ આ જળમાર્ગોના કિનારે ઔદ્યોગિક વિકાસ અને પર્યટન ક્ષેત્રની સંભાવના વધારશે. આ ઉપરાંત વધારાના દેશભરમાં સસ્તા અને પર્યાવરણના અનુકૂળ પરિવહન માધ્યમનો વિકાસ કરશે
પૃષ્ઠભૂમિ
અંતર્દેશીય જળ પરિવહન ઈંધણ ગુણવત્તાના બિંદુથી પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ માનવામાં આવે છે. એક હોર્સપાવરથી જ્યાં સડક ક્ષેત્રમાં માત્ર 150 કિલો અને રેલમાર્ગથી 500 કિલો ભાર વહન કરી શકાય છે ત્યાં જળ ક્ષેત્રમાં ચાર હજાર કિલો ભાર વહન કરી શકાય છે. વિશ્વ બેંક દ્વારા કરાયેલા એક અધ્યયન અનુસાર જ્યાં જળમાર્ગમાં એક લીટર ઈંધણ દ્વારા 105 ટન-કિલો મીટર લઈ જઈ શકાય છે. ત્યાં જ રેલ દ્વારા 85 ટન – કિલો મીટર અને સડક માર્ગ દ્વારા માત્ર 24 ટન કિલો મીટર માલ વહન કરી શકાય છે. અધ્યયનોથી માલૂમ પડ્યું છે કે જળમાર્ગો દ્વારા માલ વહન દરમિયાન જહાજોથી પ્રતિ ટન – કિલોમીટર 32 થી 36 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે, ત્યાં જ સડક પરિવહન (ભારે વાહન)માં આની માત્રા વધીને 51 થી 91 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ પ્રતિ ટન – કિલો મીટર થઈ જાય છે.
UM/AP/J.Khunt/GP