પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનૌપચારિકથી ઔપચારિક અર્થવ્યવસ્થા (ક્રમાંક 204)માં ફેરફાર કરવા અંગે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ) દ્વારા સ્વીકારવામાં આવેલા નવા ઉપાયોને સંસદની સમક્ષ મુકવા માટેના પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી છે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના આંતરરાષ્ટ્રીય શ્રમ સમંલેનના જૂન 2015માં જીનીવામાં યોજાયેલા 104મા સત્રમાં ઉપરોક્ત ભલામણોને સ્વીકારવામાં આવી હતી. ભારત દ્વારા પણ તેના સ્વીકાર અંગે સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રીએ આ સત્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના સંવિધાનના અનુચ્છેદ 19 હેઠળ, આઈએલઓના દરેક સદસ્ય દેશથી એ અપેક્ષિત છે કે તેઓ સંમેલનના સત્રની સમાપ્તિના એક વર્ષની અવધિ દરમ્યાન સક્ષમ પ્રાધિકરણ (ભારતના સંદર્ભમાં સંસદ)ની સમક્ષ સંમેલન દ્વારા સ્વીકારવામાં આવેલા ઉપાયોને પ્રસ્તુત કરે.
આ ભલામણ મજૂરોના મૌલિક અધિકારનું સન્માન કરવું અને ઉદ્યમોના સર્જન, સંરક્ષણ અને સ્થિરતા, ઔપચારિક અર્થવ્યવસ્થામાં ઉત્કૃષ્ટ નોકરીઓને પ્રોત્સાહન પૂરું પાડવું અને ઔપચારિક અર્થવ્યવસ્થામાં આર્થિક એકમો અને કામદારોના પરિવર્તનમાં મદદ કરવા માટે સદસ્યોને દિશા – નિર્દેશ પુરા પાડે છે.
આઈએલઓની ભલામણોને સ્વીકારવાથી ભારત પર કોઇ આર્થિક ભારણ નહીં પડે. કારણ કે આ ભલામણ દેશના દરેક કામદારોને લાગૂ પડે છે, જે આ ઉપાયની અભિપૃષ્ટિ કરે છે.
આઈએલઓ કન્વેન્શન આંતરરાષ્ટ્રીય સંધિઓ છે જેમની સદસ્ય દેશ સંપુષ્ટિ કરે છે. આઈએલઓ કન્વેન્શનનું સત્યાપન એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે. એક વખત સમ્પુષ્ટિ થયા પછી આઈએલઓ કન્વેન્શન વિશેષ કન્વેન્શનની સમ્પુષ્ટિ કરનારા દેશો પર કાયદાકીય રુપથી બાધ્યકારી થઇ જાય છે. આઈએલઓની ભલામણોને સમ્પુષ્ટિ માટે ખુલ્લી રાખવામાં આવતી નથી પરંતુ આ નીતિ, કાનૂન અને પ્રક્રિયાને તૈયાર કરવા સંદર્ભે રાષ્ટ્રીય સરકારોને માર્ગદર્શન પુરું પાડે છે. એક પ્રોટોકોલ કન્વેન્શનને આંશિક રુપથી સંશોધિત કરવાવાળું સાધન છે. કન્વેન્શન અને પ્રોટોકોલના કન્વેન્શનની ઔપચારિક સમ્પુષ્ટિના સંદર્ભમાં સરકાર રાષ્ટ્રીય કાયદાઓ અને પ્રક્રિયાઓને જુદા જુદા ધ્યાનમાં રાખીને નિર્ણય કરે છે. સદસ્ય દેશોમાં અનૌપચારિક અર્થવ્યવસ્થાની વિવિધતાને જોતા સક્ષમ પ્રાધિકારીને અનૌપચારિક અર્થવ્યવસ્થાની પ્રકૃતિ અને મર્યાદાની ઓળખ કરવાની સાથે ત્રિપક્ષીય તંત્રનો ઉપયોગ કરતાં ઔપચારિક અર્થવ્યવસ્થાની સાથે તે સંદર્ભની મર્યાદાઓ અને પ્રકૃતિની ઓળખ કરવાનું છે.
UM/AP/J.KHUNT/GP