પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ટૂંક સમયમાં જ જેની હરાજી થવાની છે, તેવા સ્પેક્ટ્રમના વિવિધ બેન્ડ માટે સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જીસ (એસયુસી)ના દરને મંજૂરી આપી છે. મંત્રીમંડળના આ નિર્ણય સાથે ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ દ્વારા સ્પેક્ટ્રમની હરાજી માટે અરજીઓ મંગાવવાની નોટિસ (નોટિસ ઈન્વાઈટિંગ એપ્લિકેશન્સ) જારી કરવાનો માર્ગ મોકળો બન્યો છે.
કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય મુજબ સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જીસ નીચે મુજબ છેઃ
(i) આગામી હરાજીમાં 700,800, 900, 1800, 2100, 2300 અને 2500 મેગા હર્ટઝ બેન્ડ પર ખરીદાયેલા સ્પેક્ટ્રમ પર વાયર-લાઈન સર્વિસીઝ પરની કમાણી સિવાયની એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ના ત્રણ ટકાના દરે ચાર્જ લાગુ પડશે.
(ii) વર્ષ 2010માં ખરીદવામાં આવેલા બીડબલ્યુએ સ્પેક્ટ્રમ સહિતના તમામ વધારાના સ્પેક્ટ્રમ બેન્ડ્સમાં, ઓપરેટરને સોંપાયેલા તમામ સ્પેક્ટ્રમમાં (સ્પેક્ટ્રમ વહીવટી રીતે સોંપાયેલા હોય કે હરાજી દ્વારા કે પછી ટ્રેડિંગ દ્વારા – તમામ સંજોગોમાં) એસયુસીના ભારિત સરેરાશ દરે, પરંતુ વાયર-લાઈન સર્વિસીઝમાંથી મળતી આવકને બાદ કરતા એજીઆરના ઓછામાં ઓછા ત્રણ ટકા લાગુ પડશે. સ્પેક્ટ્રમ હોલ્ડિંગ્સની પ્રોડક્ટ અને એસયુસીના લાગુ થતા દરના સરવાળાનો કુલ સ્પેક્ટ્રમ હોલ્ડિંગ વડે ભાગાકાર કરીને ભારિત સરેરાશ મેળવાશે. ભારિત સરેરાશનો દર પ્રત્યેક સર્વિસ ક્ષેત્ર માટે ઓપરેટર દીઠ નક્કી કરાશે.
(iii) વર્ષ 2015-16 દરમિયાન ઓપરેટર્સ દ્વારા ચૂકવવાપાત્ર એસયુસીની રકમ, આગામી હરાજીમાં ખરીદેલા સ્પેક્ટ્રમને ધ્યાન પર લીધા પછી તેમજ વર્ષ 2015-16 પહેલા ખરીદેલા કે ફાળવવામાં આવેલા 2300 મેગા હર્ટઝ કે 2500 મેગા હર્ટઝ બેન્ડમાં સ્પેક્ટ્રમને બાકાત રાખીને મળતી ભારિત સરેરાશે રહેશે, જે ઓપરેટર્સ દ્વારા ચૂકવવાના એસયુસીની તળિયાની કિંમત તરીકે ગણતરીમાં લેવાશે. ઉપરાંત, જો સર્વિસ પ્રોવાઈડરના એજીઆરમાં ઘટાડો થાય, તો તેવા સંજોગોમાં, એ જ પ્રમાણમાં એસયુસીની તળિયાની કિંમતમાં ઘટાડો કરવાનો રહેશે.
આને કારણે કાયદા સાથે સુસંગત હોય તે રીતે સરળ, પારદર્શી અને સમતલ મૂલ્ય આધારિત એસયુસીનો અમલ કરવામાં મદદ મળશે અને આવક છૂપાવવા માટેના રસ્તાઓ શોધી આપતી સર્જનાત્મક હિસાબી પદ્ધતિઓ ટાળી શકાશે.
TR