પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઈસીએઆઈ) અને સર્ટિફાઇડ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ અફઘાનિસ્તાન (સીપીએ અફઘાનિસ્તાન) વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી છે. આ કરારથી અફઘાનિસ્તાન એકાઉન્ટન્સી બોર્ડ (એએબી)ની ક્ષમતાનું નિર્માણ, આઈટી ક્ષમતાને મજબૂત કરવી અને જ્ઞાનનાં હસ્તાંતરણમાં ઝડપ લાવીને અફઘાનિસ્તાનમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવા, વિદ્યાર્થીઓ અને સભ્યોનાં આદાન-પ્રદાનનાં કાર્યક્રમો, સેમિનાર, સંમેલન અને બંને પક્ષોનાં પારસ્પિક લાભ માટે સંયુક્ત કામગીરીઓ માટેનાં ક્ષેત્રોમાં પારસ્પરિક સહયોગ સ્થાપિત થઈ શકશે.
લક્ષ્યાંકોઃ
મુખ્ય અસરઃ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગાઢ સંબંધો છે, જેનો પાયો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંપર્કો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં બંને દેશો વચ્ચેનાં સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યાં છે. અફઘાનિસ્તાનનાં વિકસતાં લોકતંત્ર અને અર્થતંત્રમાં રોકાણ માટેનાં દ્વાર ખોલીને, કાબુલની રક્ષા ક્ષમતાને મજબૂત બનાવીને તથા પ્રાદેશિક સંપર્ક અને એકતાથી ભારતની અફઘાનિસ્તાનની નીતિ વધારે વિશ્વસનિય અને બહુપરિમાણીય દ્રષ્ટિકોણ ધરાવતી થઈ ગઈ છે.
ભારત અને આઇસીએઆઈને ઓળખ આપવામાં અફઘાનિસ્તાન મદદ કરશે, જેથી ભારતીય સીએ માટે પરોક્ષ રોજગારીનાં સર્જનની વ્યવસ્થા ઊભી થવાની સાથે અફઘાનિસ્તાનમાં રોજગારદાતાઓ વચ્ચે ઓળખ બનાવવામાં અને તેમની સ્વીકાર્યતામાં મદદ મળી શકશે. છેલ્લાં થોડાં વર્ષોમાં બંને દેશો વચ્ચે વિકસેલા સંબંધ વ્યૂહાત્મક અને પારસ્પરિક લાભદાયક છે.
પૃષ્ઠભૂમિઃ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) એક કાયદાકીય સંસ્થા છે, જેની રચના સંસદનાં એક કાયદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ધારા, 1949 દ્વારા થઈ હતી. તેનું મુખ્ય કાર્ય ભારતમાં એકાઉન્ટન્સીનાં કામને નિયમિત કરવાનું છે. સીપીએ અફઘાનિસ્તાનમાં એકાઉન્ટન્સી વ્યવસાયનું સ્વતંત્ર રીતે નિયમન કરવા માટે છે, જે અફઘાનિસ્તાનનાં નાણાં મંત્રાલયની દેખરેખમાં કામ કરે છે.
GP/RP