પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત નવી યોજના – પીએમ શ્રી સ્કૂલ્સ (પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા- PM ScHools for Rising India)ને મંજૂરી આપી હતી. આ કેન્દ્ર સરકાર/રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર/સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત વર્તમાન શાળાઓને મજબૂત કરીને પ્રધાનમંત્રી શ્રી શાળાઓ સ્વરૂપે સમગ્ર દેશમાં 14,500થી વધારે શાળાઓનાં વિકાસ માટે નવી યોજના હશે. પ્રધાનમંત્રી શ્રી શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નાં તમામ ઘટકોનું પ્રદર્શન કરશે, ઉદાહરણરૂપ શાળાઓ તરીકે કામ કરશે અને તેની આસપાસની અન્ય શાળાઓને માર્ગદર્શન પણ પ્રદાન કરશે. પ્રધાનમંત્રી શ્રી શાળાઓ વિદ્યાર્થીઓનાં જ્ઞાનાત્મક વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે તથા 21મી સદીનાં મુખ્ય કૌશલ્યોથી સજ્જ સંપૂર્ણ અને સુગ્રથિત વ્યક્તિઓનું સર્જન કરવા અને તેમનું સંવર્ધન કરવા આતુર રહેશે.
પ્રધાનમંત્રી શ્રી શાળાઓની યોજના (પ્રધાનમંત્રી સ્ક્રૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા)નો અમલ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના સ્વરૂપે કરવામાં આવશે, જેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 27360 કરોડ છે, જેમાં વર્ષ 2022-23થી વર્ષ 2026-27 સુધીનાં પાંચ વર્ષના ગાળા માટે રૂ. 18128 કરોડનો કેન્દ્રીય હિસ્સો સામેલ છે.
મુખ્ય લાક્ષણિકતાઓ
પ્રધાનમંત્રી શ્રી સ્કૂલ્સ (પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા માટે)ની યોજનાનાં મુખ્ય દાખલારૂપ હસ્તક્ષેપ નીચે મુજબ છેઃ
ઉપરાંત આ યોજનામાં હાલની યોજનાઓ/પંચાયતી રાજ સંસ્થાઓ/શહેરી સ્થાનિક એકમો અને શાળાની માળખાગત સુવિધાને સુધારવા અને સુવિધાઓનાં નિર્માણ માટે સમુદાયની ભાગીદારીની સાથે સમન્વયની કલ્પના કરવામાં આવી છે.
અમલીકરણ વ્યૂહરચના
(a.) પ્રધાનમંત્રી શ્રી શાળાઓનો અમલ સમગ્ર શિક્ષા, કેવીએસ અને એનવીએસ માટે ઉપલબ્ધ વર્તમાન વહીવટી માળખા મારફતે થશે. અન્ય સ્વાયત્ત સંસ્થાઓને જરૂરિયાત મુજબ વિશિષ્ટ પ્રોજેક્ટ ધોરણે સામેલ કરવામાં આવશે.
(b.) પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નાં અમલીકરણમાં પડકારોનો સામનો કરવા માટે આ શાળાઓનું શક્તિશાળી નિરીક્ષણ કરવામાં આવશે.
પસંદગી પદ્ધતિ:
પ્રધાનમંત્રી શ્રી શાળાઓની પસંદગી ચેલેન્જ મોડ મારફતે કરવામાં આવશે, જેમાં શાળાઓ ઉદાહરણરૂપ શાળાઓ બનવા માટે સાથસહકાર માટે સ્પર્ધા કરે છે. શાળાઓએ ઓનલાઇન પોર્ટલ પર સ્વ-અરજી કરવાની રહેશે. આ પોર્ટલને વર્ષમાં ચાર વખત ખોલવામાં આવશે, દર ત્રિમાસિક ગાળામાં એક વખત, આ યોજનાનાં પ્રથમ બે વર્ષ માટે.
કેન્દ્ર/રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓ (વર્ગ 1-5/1-8) અને માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (વર્ગ 1-10/1-12/6-10/6-12) કે જેનું સંચાલન યુડીઆઈએસઈ+ કોડ ધરાવતી હશે, તેને આ યોજના હેઠળ પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે. પસંદગી નિશ્ચિત સમયરેખાઓ સાથે ત્રણ-તબક્કાની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે, જે નીચે મુજબ છે: –
રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો/કેવીએસ/જેએનવી શાળાઓ દ્વારા નોંધાયેલા દાવાઓની ખરાઈ કરશે અને મંત્રાલયને શાળાઓની યાદીની ભલામણ કરશે.
સમગ્ર ભારતમાં કુલ શાળાઓની સંખ્યાની ઉપલી મર્યાદા સાથે બ્લોક/યુએલબી દીઠ મહત્તમ બે શાળાઓ (એક પ્રાથમિક અને એક માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક)ની પસંદગી કરવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રી શાળાઓની પસંદગી અને દેખરેખ માટે શાળાઓને જીઓ-ટેગિંગ કરવામાં આવશે. ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ (બીઆઇએસએજી-એન)ની સેવાઓ જીઓ-ટેગિંગ અને અન્ય સંબંધિત કાર્યો માટે લેવામાં આવશે. શાળાઓની અંતિમ પસંદગી માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી શાળાઓની ગુણવત્તાની ખાતરી
આ શાળાઓને બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વાયબ્રન્ટ શાળાઓ તરીકે વિકસિત કરવામાં આવશે.
લાભાર્થીઓ
૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો સીધો લાભ મળવાની અપેક્ષા છે. પીએમ શ્રી શાળાઓની નજીકની શાળાઓનાં માર્ગદર્શન અને સાથ સહકાર દ્વારા વધુ અસર પેદા કરવામાં આવશે.
YP/GP/JD