પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ચંદીગઢ ખાતે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સોઈલ એન્ડ વોટર કન્ઝર્વેશન (આઈઆઈએસડબલ્યુસી) રિસર્ચ સેન્ટરની જમીન, પંચકુલા ખાતે મનસા દેવી કોમ્પ્લેક્સ (એમડીસી)માં 60 મીટરનો પેરીફરલ માસ્ટર રોડ બનાવવા માટે હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને ટ્રાન્સફર કરવા માટે લીલી ઝંડી બતાવી છે. આ ટ્રાન્સફર નીચે મુજબ કરાશે –
અ) લાગુ પડતા પ્રવર્તમાન કલેક્ટર રેટથી આઈઆઈએસડબલ્યુ સી રિસર્ચ સેન્ટર હસ્તકની 13,290.30 ચોરસ મીટર જમીન હુડાને ટ્રા્ન્સફર કરવી
બ) હુડા હસ્તકની 178.75 ચોરસ મીટર જમીન ચંડીગઢ ખાતેના આઈઆઈએસડબલ્યુસી રિસર્ચ સેન્ટરને ટ્રાન્સફર કરવી
ક) આઈઆઈએસડબલ્યુસી રિસર્ચ સેન્ટર અને હુડા વચ્ચે 410 ચોરસ મીટર જમીન પરસ્પર સમજૂતીથી આદાનપ્રદાન કરવી
પંચકુલામાં મનસા દેવી કોમ્પ્લેક્સ (એમડીસી)માં પેરીફરલ માસ્ટર રોડના બાંધકામ માટે સરકારી જમીનની ટ્રાન્સફરને પગલે પ્રદેશમાં વૃદ્ધિ અને વિકાસ જોવા મળશે, જેના પરિણામે રોજગાર સર્જનનું પ્રમાણ વધશે. આ નિર્ણય, અર્થવ્યવસ્થાના એકંદર વિકાસને આગળ ધપાવવા માટે ચાવીરૂપ ક્ષેત્રોમાં માળખાકીય સવલતોને વેગ આપવાની સરકારની યોજનાઓનો પણ ભાગ છે.
AP/J.Khunt/TR/GP