પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે જીએસટીનો સ્વીકાર કરવામાં સહકાર આપવા બદલ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્યોનો આભાર માનતો ઠરાવ પસાર કર્યો છે.
“જીએસટી સ્વતંત્ર ભારતમાં કરવેરાનો સૌથી મોટો સુધારો છે. તે દુનિયામાં કોઈ પણ સંઘીય રાજનીતિમાં પરોક્ષ કરવેરાના સુધારાઓમાં અભૂતપૂર્વ સુધારા પૈકીનો એક છે, જેમાં વિવિધ કરવેરા અને સેસ, એકથી વધારે કરવેરા, વિવિધ પૂર્તતાની જટિલતા સંકળાયેલી છે અને કરવેરાની કેસ્કેડિંગ અસર દૂર થશે. આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક સુધારાથી વેપારવાણિજ્યમાં નોંધપાત્ર સરળતા ઊભી થશે તેમજ ઉપભોક્તાઓ અને સામાન્ય લોકો પર કરવેરાના સંપૂર્ણ ભારણમાં ઘટાડો થશે.
જીએસટી રાષ્ટ્રીય એકતા અને રાજકોષીય સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે ભારતની સમવાયી લોકશાહીની કામગીરીનો પુરાવો છે. તે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો તેમજ તમામ રાજકીય પક્ષો વચ્ચે સહકારને કારણે શક્ય બન્યો છે. 22 જૂન, 2017ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ મંત્રીમંડળે તમામ રાજ્ય સરકારો, તમામ મુખ્યમંત્રીઓ અને રાજ્યોના નાણાં મંત્રીઓ તેમજ તમામ રાજકીય પક્ષોના પ્રધાનની નોંધ લીધી હતી, જેના પરિણામે 1 જુલાઈ, 2017થી દેશમાં જીએસટીનો અમલ શક્ય બન્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, જીએસટી પરિષદ, તમામ રાષ્ટ્રીય સ્તરના વડાઓ અને પ્રાદેશિક રાજકીય પક્ષો, સાંસદો, તમામ રાજ્યોના ધારાસભ્યો તથા વેપાર અને ઉદ્યોગ સંગઠનો સહિત સમાજના તમામ વર્ગોનો આભાર વ્યક્ત કર્યો છે.”
TR