Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમને લીલી ઝંડી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમને મંજૂરી આપી છે. આ સ્કીમ હેઠળ વર્ષ 2019-20 સુધીમાં રૂ. 10,000 કરોડના ખર્ચે 50 લાખ એપ્રેન્ટિસને તાલીમ આપવામાં આવશે. સ્કીમ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (એમએસડીઈ) હેઠળ ડાયરેક્ટર જનરલ ઑફ ટ્રેનિંગ (ડીજીટી) દ્વારા અમલી બનશે. તેમાં એપ્રેન્ટિસોને નોકરીએ રાખવા બદલ નોકરીદાતાઓને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે. એપ્રેન્ટિસને ચૂકવવાના કુલ સ્ટાઈપેન્ડના 25 ટકા રકમ નોકરીદાતાઓને આપવાનો ભારત સરકારે આદેશ આપ્યો છે. એપ્રેન્ટિસોને નોકરીએ રાખવા માટે નોકરીદાતાઓને નાણાંકીય પ્રોત્સાહન આપવાની યોજના દેશમાં સૌપ્રથમવાર ઘડાઈ છે. ઉપરાંત, યોજના હેઠળ મૂળભૂત તાલીમને પણ ટેકો મળે છે, જે એપ્રેન્ટિસશીપની તાલીમ માટે આવશ્યક ઘટક છે. મૂળભૂત તાલીમ આપવા માટેના કુલ ખર્ચની 50 ટકા રકમ ભારત સરકાર આપશે.

આ યોજનાને પગલે દેશમાં એપ્રેન્ટિસશીપની સમગ્ર ઈકોસિસ્ટમ માટે ઉદ્દીપક બની રહેશે અને તમામ હિસ્સેદારોને લાભદાયક નીવડશે. તે દેશમાં કૌશલ્ય સર્જન કરતું સૌથી શક્તિશાળી સાધન બનશે તેવી ધારણા છે.

પશ્ચાદ્ ભૂમિકાઃ

દેશમાં કૌશલ્ય ધરાવતી માનવશક્તિ વિકસાવવા માટે એપ્રેન્ટિસશીપ તાલીમ સૌથી અસરકારક રસ્તાઓમાંનો એક રસ્તો ગણાય છે. તેમાં ઉદ્યોગ આધારિત, પ્રેક્ટિસ આધારિત, અસરકારક અને કાર્યક્ષમ ઔપચારિક તાલીમ અપાય છે.

પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી નેશનલ પોલિસી ઑફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ, 2015 હેઠળ ભારતમાં કુશળ માનવશક્તિના સર્જન માટે એપ્રેન્ટિસશીપને ચાવીરૂપ ઘટકોમાંના એક ઘટક તરીકે ધ્યાન કેન્દ્રીત કરાયું છે. હાલની યોજનાનું ધ્યેય પણ નેશનલ પોલિસી, 2015માં દર્શાવવામાં આવેલા ધ્યેયો હાંસલ કરવાનું જ છે. નીતિ હેઠળ વર્ષ 2020-20 સુધીમાં દેશમાં રોજગારની તકોમાં દસ ગણો વધારો કરવા માટે એમએસએમઈ સહિતના ઉદ્યોગો સાથે સક્રિયપણે કાર્યરત બનવાનું નક્કી કરાયું છે.

TR