Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે નવી દિલ્હીમાં એઈમ્સના પશ્ચિમ અન્સારી નગર અને આયુર વિજ્ઞાન નગર કેમ્પસની રહેણાંક કોલોનીઓનું નવીનીકરણ કરવા મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નવી દિલ્હીમાં સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના પશ્ચિમ અન્સારી નગર અને આયુર વિજ્ઞાન નગર કેમ્પસમાં રહેણાંક કોલોનીઓનું નવીનીકરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નેશનલ બિલ્ડિંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ (એનબીસીસી) આ કામગીરી હાથ ધરશે, જે અંતર્ગત આશરે 0.87 લાખ ચોરસ મીટરના બિલ્ડ અપ એરિયા (બીયુએ) સાથે ટાઇપ 1થી 4ના 1,444 મકાનોના સ્થાને આશરે 4.02 લાખ ચોરસમીટરના બીયુએ સાથે ટાઇપ 2થી 6ના 3,928 મકાનો ઊભા કરશે. તે આશરે 0.65 લાખ ચોરસ મીટરની સામાજિક માળખાગત સુવિધા પણ ઊભી કરશે, જેમાં ધર્મશાળા સામેલ હશે તથા 0.94 લાખ ચોરસ મીટર વિસ્તારમાં વ્યાવસાયિક બીયુએ ઊભો કરશે.

પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 4441 છે, જેમાં 30 વર્ષ માટેનો સારસંભાળ અને સંચાલન ખર્ચ સામેલ છે. પ્રોજેક્ટનો અમલ મુક્ત અધિકારના ધોરણે વાણિજ્યિક જગ્યાનું વેચાણ કરીને સેલ્ફ-ફાઇનાન્સિંગ પર થશે, જેમાં સરકાર પાસેથી કોઈ ખર્ચ લેવામાં નહીં આવે. પ્રોજેક્ટ તબક્કાવાર રીતે પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

પૃષ્ઠભૂમિ:

અત્યારે પશ્ચિમ અન્સારી નગર અને આયુર વિજ્ઞાન નગર કેમ્પ્સના વર્તમાન રહેણાંક મકાનો 50થી 60 વર્ષ જૂના છે તથા તેમણે તેમની ઉપયોગિતા ગુમાવી દીધી છે. તેઓ રહેવા માટે અસુરક્ષિત છે. આ જૂના મકાનોની સ્થિતિ સતત કથળી રહી છે, જેના રખરખાવ પર અતિ ઊંચો ખર્ચ કરવો પડે તેમ છે. નવી દિલ્હીમાં સ્થિત એઈમ્સમાં વર્તમાન મકાનો, જમીનનો અતિ બિનઅસરકારક ઉપયોગ પણ દર્શાવે છે. એટલે સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે વર્તમાન જૂના અને નબળા મકાનોનું નવીનીકરણ કરવાનો અને જમીનનો મહત્તમ ઉપયોગ કરીને વધારે મકાનો ઊભા કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્ત માસ્ટર પ્લાન દિલ્હી (એમપીડી) – 2021 મુજબ છે અને તેમાં પર્યાવરણના સંરક્ષણ માટેના નીતનિયમોના પાલન સાથે બાંધકામમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે તથા ઘન/પ્રવાહી કચરાના નિકાલની ઇન-હાઉસ સુવિધાઓ હશે.

AP/JKhunt/TR/Gp