Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ વધુ 60 લાખ યુવાનોને તાલીમ આપવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આગામી ચાર વર્ષો – 2016થી 2020 દરમિયાન પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પીએમકેવીવાય) હેઠળ એક કરોડ લોકોને કૌશલ્યની તાલીમ આપવા માટે રૂ. 12000 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. પીએમકેવીવાય 60 લાખ નવા યુવાનોને તાલીમ આપશે અને રેકગ્નિશન ઑફ પ્રાયોર લર્નિંગ (આરપીએલ) હેઠળ અનૌપચારિક તાલીમ મેળવેલા 40 લાખ લોકોને કૌશલ્ય અંગે પ્રમાણપત્ર આપશે. કામગીરી અને સંચાલનને લગતી જરૂરિયાતોને આધારે નવી તાલીમો અને આરપીએલ વચ્ચેના લક્ષ્યાંકની વહેંચણીમાં ફેરફાર કરી શકાશે.

અગાઉ જાહેર કરાયું હતું તે રીતે યોજના સંપૂર્ણપણે સમાન ધોરણોને બદલે હવે સમાન ધોરણોને સુસંગત રીતે તાલીમ અને આકારણીનો ખર્ચ સીધેસીધો તાલીમ આપનાર અને આકારણી કરનાર સંસ્થાને ભરપાઈ કરવામાં આવશે

તાલીમાર્થીઓને મુસાફર ભથ્થા, રહેવા-જમવાના ખર્ચ સ્વરૂપે નાણાંકીય મદદ આપવામાં આવશે. નોકરી પછીની સહાય લાભાર્થીને લાભના સીધા હસ્તાંતરણ – ડીબીટી દ્વારા મળશે. વધુ પારદર્શિતા તેમજ નિર્ધારિત લક્ષને પહોંચવા માટે તાલીમ આપનાર ભાગીદારોને તાલીમ ખર્ચની વહેંચણી આધાર અને બાયોમેટ્રિક્સ સાથે સંકળાયેલી રહેશે. ઉદ્યોગો દ્વારા નક્કી કરાયેલા ધોરણોના આધારે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (એનએસક્યુએફ) સાથે સુસંગત રહીને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે.

જુદા જુદા રાજ્યોની કૌશલ્યને લગતી વિશિષ્ટ જરૂરિયાતો અંગે કૌશલ્ય વિકાસ અંગે મુખ્યમંત્રીઓના પેટા જૂથ દ્વારા કરવામાં આવેલી ભલામણોને ધ્યાન પર લઈને પીએમકેવીવાય 2016-20 હેઠળ પ્રોજેક્ટ-આધારિત અભિગમ દ્વારા રાજ્ય સરકારોને તાલીમના કુલ લક્ષ્યાંકના નાણાંકીય તેમજ ભૌતિક, બંને રીતે 25 ટકા લક્ષ્યાંક માટે આ યોજના હેઠળ કાર્યરત બનવા જોડવામાં આવશે. પીએમકેવીવાયના આગામી તબક્કામાં કુલ તાલીમ લક્ષ્યાંકમાંથી 25 ટકા લક્ષ્યાંક હાંસલ કરવા માટે નાણાંકીય રકમની રાજ્યોને સીધી ફાળવણી કરવામાં આવશે.
રોજગાર મેળાઓ (પ્લેસમેન્ટ કેમ્પ્સ) તેમજ કૌશલ શિબિરો (મોબિલાઈઝેશન કેમ્પ્સ) દ્વારા તાલીમ લેવા માટે તાલીમાર્થીઓને ભેગા કરવા, તેમની દેખરેખ રાખવી અને તાલીમ પછી તેમને નોકરી અપાવવામાં આવશે. સમાન ધોરણોમાં દર્શાવ્યા પ્રમાણે નોકરી સાથે પ્રોત્સાહનો અને અસ્વીકૃતિઓને સાંકળીને તાલીમાર્થીઓને નોકરી મળી રહે તે માટે વિશેષ ધ્યાન અપાશે. પરંપરાગત નોકરીઓ માટે અનૌપચારિક તાલીમ માટે પ્રોજેક્ટ આધારિત અભિગમની દરખાસ્ત પણ કરવામાં આવી છે. પીએમકેવીવાય હેઠળ દેશમાં જે પ્રકારના કૌશલ્યોની જરૂર છે, તે માટે તાલીમ આપવા ઉપરાંત ગલ્ફ દેશોમાં અને યુરોપ સહિતના અન્ય દેશોમાં રોજગાર માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કૌશલ્યની તાલીમ આપવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. યોજના હેઠળ ઉચ્ચ સ્તરની નોકરી માટેની તાલીમ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

AP/TR/GP