Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે બ્રિક્સ દેશોની અન્ય ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન ઉપરાંત ન્યૂ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) સાથે સાધારણ સહકાર પર એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા (એક્ઝિમ બેંક) વચ્ચે એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સચિવ, આર્થિક બાબતોના વિભાગ/એક્ષ્પોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયાના સ્તરે સરકાર દ્વારા બ્રિક્સ ઇન્ટરબેંક કોઓપરેશન મિકેનિઝમ મારફતે ન્યૂ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) સાથે સાધારણ સહકાર પર થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી છે.

આ દરખાસ્ત બ્રિક્સ દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધો વધારશે. એમઓયુના હસ્તાક્ષર સાથે કોઈ નાણાકીય સૂચિતાર્થો સંકળાયેલા નથી. આ એમઓયુ દ્વારા સહભાગી સંસ્થાઓને બ્રિક્સ દેશો પાસેથી લાભ મળશે.

આ એમઓયુ મરજિયાત સમજૂતી છે, જેનો ઉદ્દેશ સહી કરીને સામેલ થનાર રાષ્ટ્રો વચ્ચે કૌશલ્ય હસ્તાંતરણ અને જાણકારીની વહેંચણી ઉપરાંત રાષ્ટ્રીય કાયદા અને નિયમોને અનુરૂપ સહકારનું માળખું સ્થાપિત કરવાનો છે. ઉપરાંત એનડીબીની સ્થાપના બ્રિક્સ દેશો વચ્ચે ગાઢ સંબંધો પ્રતિબિંબિત કરે છે તથા તેમના આર્થિક સહકાર અને સહાયને વધારવા શક્તિશાળી માધ્યમ પ્રદાન કરે છે. તેનાથી ભારતને આંતરરાષ્ટ્રીય ભૂમિકા વધારવામાં પણ મદદ મળશે. એટલે સ્થાયી વિકાસ અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિ માટે સહકારની વ્યૂહાત્મક પ્રસ્તુતતાને ધ્યાનમાં રાખીને એમઓયુ સભ્યો દ્વારા સહકારના સંદર્ભમાં જરૂરી છે. આ સહકાર ચીજવસ્તુઓ અને સેવાઓના વેપારને પ્રોત્સાહન અને તેની સુલભતા તેમજ બ્રિક્સ દેશો વચ્ચે પારસ્પરિક હિતકારક પ્રોજેક્ટ્સમાં રોકાણ સ્વરૂપે પ્રાપ્ત થશે.

પૃષ્ઠભૂમિ:

બ્રિક્સ દેશોમાંથી પાંચ બેંકો બ્રિક્સ દેશો અને ઉદ્યોગસાહસો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધો વધારવા બ્રિક્સ ઇન્ટરબેંક કો-ઓપરેશન મિકેનિઝમ ઊભું કર્યું હતું. હવે બ્રિક્સ ઇન્ટરબેંક કો-ઓપરેશન મિકેનિઝમે ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે સાધારણ સહકાર પર એમઓયુ (સમજૂતીકરાર) કરવાની દરખાસ્ત મૂકી છે.

AP/JKhunt/TR/GP