પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મોઝામ્બિક વચ્ચે હવાઈ સેવાઓ અંગેની સમજૂતીને મંજૂરી આપી છે.
હાલમાં ભારત અને મોઝામ્બિક વચ્ચે હવાઈ સેવાઓ અંગે કોઈ સમજૂતી નથી. બંને દેશો વચ્ચે હવાઈ માર્ગે જોડાણને પ્રોત્સાહન આપવા હવાઈ સેવાઓની સમજૂતી (એર સર્વિસીઝ એગ્રીમેન્ટ)ના મુસદ્દાને આખરી સ્વરૂપ આપવા માટે વર્ષ 2011માં પરસ્પર પરામર્શ શરૂ કરાયો હતો.
નાણા મંત્રાલય (મહેસૂલ વિભાગ / આર્થિક બાબતો અંગેના વિભાગ), વિદેશી બાબતોને લગતા મંત્રાલય તેમજ કાયદો અને ન્યાય મંત્રાલય (કાયદાકીય બાબતોનો વિભાગ) સાથે પરામર્શ કર્યા પછી એર સર્વિસીઝ એગ્રીમેન્ટ (એએસએ)ના લેખિત મુસદ્દાને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એગ્રીમેન્ટની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે ઃ-
અ) બંને પક્ષો દ્વારા એકથી વધુ એરલાઈન્સને માન્યતા
બ) પ્રત્યેક પક્ષ દ્વારા માન્ય કરાયેલી એરલાઈન એ જ પક્ષના માન્ય કેરિયર્સ સાથે, અન્ય પક્ષ સાથે કે ત્રીજા પક્ષ સાથે મળીને માર્કેટિંગની વ્યવસ્થાઓ કરી શકે છે.
ક) આ સમજૂતીને પગલે બંને દેશોની માન્ય એરલાઈન્સ હવાઈ સેવાઓને પ્રોત્સાહન આપવા અને તેના વેચાણ માટે અન્ય દેશમાં ઓફિસ સ્થાપી શકે છે.
ડ) બંને દેશોની માન્યતા પ્રાપ્ત એરલાઈન્સને નિર્દિષ્ટ કરાયેલા માર્ગો પર નક્કી કરાયેલી સેવાઓ આપવા માટે નિષ્પક્ષ અને સમાન તક મળશે.
ઈ) આ ઉપરાંત, એએસએ હેઠળ કામકાજની અધિકૃતતા રદ્દ કરવા અથવા તો ફરજ-મોકૂફ કરવા અંગે, નક્કી કરાયેલી સેવાઓ, વ્યાપારી તકો, સુરક્ષા અને સલામતી સંબંધિત કલમો વગેરે કામગીરી સંચાલિત સિદ્ધાંતો અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે અને આ સિદ્ધાંતો એએસએના ભારતીય મોડેલ મુજબ સામેલ કરવામાં આવ્યા છે.
AP/JKHUNT/GP/TR