પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ક્રોએશિયા વચ્ચે આર્થિક સહકાર અંગેના સમજૂતી કરારને હસ્તાક્ષર અને બહાલી માટે મંજૂરી આપી છે.
અગાઉ સપ્ટેમ્બર, 1994માં ભારત અને ક્રોએશિયાએ વેપાર અને આર્થિક સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો હેતુ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો તેમજ વિકસાવવાનો હતો. ભારત અને ક્રોએશિયા વચ્ચે નવા સમજૂતી પર હસ્તાક્ષરને પગલે નવેમ્બર, 2009માં પૂરો થતો સમજૂતી કરાર ચાલુ રહેશે.
વર્ષ 2012-13, 2013-14 અને 2014-15 દરમિયાન ભારતનો ક્રોએશિયા સાથે દ્વિપક્ષીય વેપાર અનુક્રમે 15.201 કરોડ અમેરિકન ડોલર, 14.886 કરોડ અમેરિકન ડોલર અને 20.504 કરોડ અમેરિકન ડોલર નોંધાયો હતો. છેલ્લા ત્રણ વર્ષોમાં સરેરાશ દ્વિપક્ષીય વેપારમાં 17.44 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
TR